(Source: ECI/ABP News/ABP Majha)
ડાયાલિસીસના દર્દીઓ માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
ડાયાલિસીસ કરાવતા રાજ્યના એક પણ દર્દીને હાલાકી ભોગવવી પડે નહીં તેવુ સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે કર્યું છે.
ગાંધીનગરઃ રાજ્યમાં ડાયાલિસીસની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું કે, PMJAY અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ માટે રાજ્ય સરકારે રૂ. ૧૬૫૦ પ્રતિ ડાયાલિસીસ તેમજ રૂ. ૩૦૦ આવવા-જવાનું ભાડુ આમ કુલ રૂ. ૧૯૫૦ નક્કી કર્યા છે. ડાયાલિસીસના દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. નેશનલ હેલ્થ ઓથોરિટી પ્રમાણે દેશના અન્ય રાજ્યોમાં PMJAY અંતર્ગત એમ્પેન્લડ હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે અપાતી રકમ સરેરાશ રૂ.૧૫૦૦ છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
ડાયાલિસીસ કરાવતા રાજ્યના એક પણ દર્દીને હાલાકી ભોગવવી પડે નહીં તેવુ સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે કર્યું છે. એ-વન ડાયાલિલીસ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારે તાલુકા સ્તર સુધી કુલ ૨૭૨ જેટલા નિ:શુલ્ક ડાયાલિસીસ કેન્દ્રો કાર્યરત કર્યા છે. વધુમાં રાજ્યની સિવિલ હોસ્પિટલ્સમાં પણ નિ:શુલ્ક ડાયલિસીસની સેવા આપવામાં આવી રહી છે. રાજ્યમાં સરેરાશ પ્રતિમાસ ૧ લાખ જેટલા ડાયાલિસીસ આ કેન્દ્રો પર કરવામાં આવે છે.
PMJAY એમ્પેન્લ્ડ હોસ્પિટલમા ડાયાલિસીસના પ્રવર્તમાન દર દેશના અન્ય રાજ્યોમાં આપવામાં આવતા સરેરાશ દર કરતા પણ વધારે છે. રાજ્યમાં કોઇપણ દર્દીને આયુષ્માન યોજના અતંર્ગત ડાયાલિસીસ કરાવવામાં અગવડ પડે તો તેની ફરિયાદ અને જરુરી માહિતી માટે રાજ્ય સરકારે 1800 233 1022 /9059191905 હેલ્પલાઇન સેવા શરૂ કરી છે.
ગુજરાતમાં મોટા ભાગના ડાયાલિસિસના દર્દીઓ PMJAY યોજના અંતર્ગત જ ડાયાલિસિસ કરાવે છે. આ યોજના હેઠળ ચાલતા પ્રાઇવેટ સેન્ટરમાં ડાયાલિસિસની સાથે સાથે દવાઓ અને ઇન્જેકશનો,લેબ રીપોર્ટસ,સેન્ટ્રલ એસી ની સુવિધા,ખાવાપીવા ની સુવિધા, આવા જવાના 300 રૂપિયા અને કિડનીના નિષ્ણાત સાહેબ દ્વારા તપાસ આ બધું જ મફત આપવામાં આવે છે. PMJAY યોજના માં માત્ર ગુજરાત રાજ્ય માં જ ડાયાલીસીસ ફિલ્ટર સિંગલ ટાઈમ યુઝ કરવા નો નિયમ છે જેના થી હોસ્પિટલ ને ડાયાલીસીસ ની cost બીજા રાજ્ય કરતા માસિક 4 થી 5 હજાર જેટલી વધી જાય છે, અને તેનાથી બાયોમેડિકલ વેસ્ટ પણ 10 ગણો વધી જાય છે. (મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ઇન્ડિયા ની ડાયાલીસીસ ગાઇડલાઇન પણ ડાયાલીસીસ ફિલ્ટર રિયુઝ કરવાનું રિકામાઇન્ડ કરે છે.
ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશનની માંગણી
- NHA (નેશનલ હેલ્થ ઓથોરિટી) ની ગાઇડલાઇન મુજબ તેમજ અન્ય રાજ્યો ની જેમ ડાયાલીસીસ પેકેજ 25૦૦ ( 1500 + 700 for EPO INJECTION as per NHA Guideline + 300 Transport Allowance to Patient ) કરવામાં આવે.
- તેમજ NHA અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ની ગાઇડલાઇન મુજબ ડાયાલીસીસ ફિલ્ટર રિયુઝ કરવાની છૂટ આપવામાં આવે.