શોધખોળ કરો

Gandhinagar: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની બૈઠક લેવાયો મોટો નિર્ણય, કમ્પ્યુટર ફીમાં કરવામાં આવ્યો ત્રણ ગણ વધારો

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે મળેલી સામાન્ય સભામાં 15 પ્રસ્તાવ પૈકી એક માત્ર પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે.

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે મળેલી સામાન્ય સભામાં 15 પ્રસ્તાવ પૈકી એક માત્ર પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે.  એ પ્રસ્તાવ છે કે વિદ્યાર્થીઓ માટેની આચારસંહિતા, આદર્શ નાગરિક બનવા માટે આદર્શ વિદ્યાર્થી બનાવવાનો પ્રસ્તાવ બોર્ડની બેઠકમાં મંજુર થયો. ધોરણ 9 થી 12માં વિદ્યાર્થીઓ માટે આ પ્રસ્તાવ લાગુ રહેશે. વિદ્યાર્થીઓની હાજરી, અભ્યાસ, ગૃહકાર્ય, શિસ્ત અને શૈક્ષણિક વિકાસને આવરી લેવાશે. ગુજરાતી માટેના કાર્યોમાં શૈક્ષણિક ઉચ્ચતિ માટેના કાર્યોમાં સક્રિય રીતે વિદ્યાર્થી ભાગ લે આ પ્રકારની આચારસંહિતા બનાવાય. 

તો બહુચર્ચિત એવો શિક્ષકો અને અન્ય સ્ટાફે શાળામાં ભારતીય સંસ્કૃતિ મુજબ કપડા પહેરવાના પ્રસ્તાવને અસ્વીકાર કરવામાં આવ્યો છે અને આ બાબતે જે તે શાળા નિર્ણય કરે તેવું બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આવનારા વર્ષ માટે બજેટ રજુ કરાયું હતું. રૂપિયા 1 અબજ 86 કરોડ 18 લાખ 52 હજાર (186 કરોડ) કરાયું. બોર્ડની બેઠકે બજેટને બહાલી આપી. કમ્પ્યુટર વિષયની ફી વધારવાના પ્રસ્તાવને ચર્ચા બાદ હવે ફી રૂપિયા 150 કરવામાં આવી હતી. પ્રસ્તાવ રૂ. 400 કરવાનો હતો. હાલ કમ્પ્યુટર વિષયની ફી રૂ. 50 વસૂલાય છે જે હવેથી રૂ. 150 કરાઈ છે.

ધો. 9થી12ના કોમ્પ્યુટર વિષયની ફીમાં વધારો કરાયો છે. કમ્પ્યુટર વિષયની ફી રૂ. 50થી વધારી રૂ. 150 કરાઈ છે. આજે મળેલી બોર્ડની સામાન્ય સભામાં ફી વધારો કરાયો છે.  24 વર્ષ બાદ કોમ્પ્યુટર વિષયની ફી વધારવામાં આવી છે. લાઈટબીલ અને અન્ય વસ્તુઓ વધુ થતાં ફી વધારો કરવામાં આવ્યો છે. હવેથી શાળાઓ કમ્પ્યુટર વિષયની ફી રૂ. 150 વસુલશે. હવેથી કોમ્પ્યુટર વિષયની વાર્ષિક ફી રૂ. 600ની બદલે 1800 ભરવી પડશે.

પગારથી વંચિત પ્રવાસી શિક્ષકો માટે મહત્વના સમાચાર

ફરી એકવાર એબીપી અસ્મિતાના અહેવાલની અસરના કારણે પગારથી વંચિત રહેલા પ્રવાસી શિક્ષકોને ન્યાય મળ્યો છે એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમના માધ્યમ થકી અમદાવાદ સહિત રાજ્યભરમાં કામ કરતા પ્રવાસી શિક્ષકોને પગારથી વંચિત રેહવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. એબીપી અસ્મિતા 25 મી જાન્યુઆરીએ રાજ્યમાં ગ્રાન્ટેડ શાળામાં પ્રવાસી શિક્ષક તરીકે કામ કરતા શિક્ષકોને સાત મહિનાથી પગાર ન થયો હોવાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. જે બાદ અમદાવાદમાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં કામ કરતા શિક્ષકોના પગાર માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.

 શાળા કમિશનરની કચેરી મારફતે ગ્રાન્ટની ફાળવણી કર્યા બાદ એક સપ્તાહમાં પ્રવાસી શિક્ષકોના ખાતામાં પગારની રકમ જમા થશે. અમદાવાદ સહિત રાજ્યભરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અંદાજે ચારથી પાંચ હજાર જેટલા પ્રવાસી શિક્ષકો કાર્યરત છે. જ્યાં કેટલાક સ્થાન પર ગ્રાન્ટ ન મળવાના કારણે પગાર ચૂકવાયો ન હતો જેના કારણે શિક્ષકોની કફોડી હાલત બની હતી. જોકે હવે અમદાવાદ સહિત એક બાદ એક જ્યાં બાકી હોય ત્યાં ગ્રાન્ટની ફાળવણીની પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે.રાજ્ય સરકારે વર્ષ 2016 દરમિયાન રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટનાને પહોંચી વળવા માટે પ્રવાસી શિક્ષકોનો વિકલ્પ શરૂ કર્યો હતો.  જેમાં શિક્ષકોને દિવસના મહત્તમ 5 પીરીયડ નકકી કરવામાં આવ્યા હતાં. માધ્યમિક શિક્ષકોને મહિને 16,500 અને ઉચ્ચતર માધ્યમિક શાળાને મહિને 16,700 પગાર મળતો હોય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, થોડીવારમાં વિજયી સરઘસની થશે શરૂઆત
Team India Victory Parade LIVE: મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, થોડીવારમાં વિજયી સરઘસની થશે શરૂઆત
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, થોડીવારમાં વિજયી સરઘસની થશે શરૂઆત
Team India Victory Parade LIVE: મુંબઇ પહોંચી ટીમ ઇન્ડિયા, થોડીવારમાં વિજયી સરઘસની થશે શરૂઆત
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ
Hair Fall: ચોમાસામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, તેને રોકવા માટે અપનાવો આ ટિપ્સ
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Embed widget