શોધખોળ કરો

Gandhinagar: દારૂબંધી મામલે પોલીસ અધિકારીઓને સરકારની ખુલ્લી ‘છૂટ’, હવે અઢી લાખથી વધુનો વિદેશી દારૂ પકડાય તો જ થશે કાર્યવાહી

Gandhinagar: ગૃહ વિભાગે  દારૂના ક્વોલિટી કેસમાં દારૂના જથ્થાની કિંમત વધારી ઢીલી નીતિ અપનાવી હોય તેવો પરિપત્ર બહાર પાડ્યો હતો

Gandhinagar: રાજયમાં નશાબંધીની નીતિને કડક બનાવવાને બદલે તેને ઢીલી પાડે તેવો પરીપત્ર ગૃહ વિભાગે બહાર પાડયો છે. રાજ્ય સરકાર એક તરફ દારૂબંધી મુદ્દે કડક પગલાં લેવાના ભાગરૂપે દારૂની હેરફેરમાં પકડાયેલા વાહનોની હરાજી કરવા સુધારા બિલ લાવે છે તો બીજી તરફ દારૂબંધી મામલે પોલીસ અધિકારીઓ પર ‘મહેરબાન’ થતી જોવા મળી હતી.

ગૃહ વિભાગે  દારૂના ક્વોલિટી કેસમાં દારૂના જથ્થાની કિંમત વધારી ઢીલી નીતિ અપનાવી હોય તેવો વિચિત્ર પરિપત્ર બહાર પાડ્યો હતો.  આ સંજોગોમાં નશાબંધીની નીતિને કડક બનાવવાને બદલે તેને ઢીલી પાડી દે તે પ્રકારનો પરીપત્ર ગૃહ વિભાગે બહાર પાડયો છે. જેને કારણે પોલીસને 'રાહત' મળે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.  અગાઉ બીજી એજન્સી જયારે કોઈપણ પોલીસ મથકની હદમાંથી 15,000 રૂપિયાની કિંમતનો દેશી અને 25,000 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપે તો તેને કવોલીટી કેસ ગણવામાં આવતો હતો. દારૂનો ક્વોલિટી કેસ થાય ત્યારે જે તે વિસ્તારના પોલીસ અધિકારી અને કર્મચારી સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ સરકારે હવે ક્વોલિટી કેસ માટે દારૂના જથ્થાની કિંમત વધારી છે.

અગાઉ દેશી દારૂ 15 હજાર રૂપિયાનો તો વિદેશી દારૂ 25000 રૂપિયાનો ઝડપાય તો ક્વોલિટી કેસ ગણાતો હતો. જોકે નવા પરિપત્રમાં દારૂના જથ્થાની લિમિટ વધારી પોલીસને ખુલ્લી છૂટ આપી હોવાની ચર્ચાઓ શરૂ થઇ છે. નવા પરિપત્ર મુજબ હવે 1 લાખ રૂપિયાનો દેશી દારૂનો જથ્થો પકડાશે તો ક્વોલિટી કેસ ગણાશે જ્યારે 2.5 અઢી લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાશે તો ક્વોલિટી કેસ ગણાશે.  આ પરિપત્ર દ્વારા સરકાર દારૂની હેરફેર બદલ પોલીસ અધિકારી અને કર્મચારીઓને છૂટછાટ આપતી હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.

ક્વોલિટી કેસ નોંધાય તો સ્થાનિક પોલીસ અધિકારી અને કર્મચારીઓને ઈન્કવાયરીનો સામનો કરવો પડતો હતો. પરંતુ  ગૃહ વિભાગના નવા પરિપત્રથી સ્થાનિક પોલીસ સામેની ઈન્કવાયરીમાં અનેકગણો ઘટાડો થશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. કારણ કે એક લાખ રૂપિયાનો દેશી દારૂના કિસ્સાઓ ખૂબ ઓછા નોંધાય છે. આવી સ્થિતિમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ ખાતાકીય કાર્યવાહીથી બચી જશે.

અગાઉ પોલીસ દેશી દારૂ કબજે કરતી ત્યારે તેના એક લીટરનો ભાવ 20 રૂપિયા ગણતી હતી. ગૃહ વિભાગના નવા પરિપત્ર મુજબ હવે પોલીસે દેશી દારૂના એક લીટરનો ભાવ 200 રૂપિયા અને વોશનો ભાવ 25 રૂપિયા ગણવાનો રહેશે. વિદેશી દારૂ ઝડપાય તો એક બોટલની કિંમત 300 રૂપિયા ગણે છે. જો સારી કવોલીટીનો દારૂ પકડાય તો 450 થી 500  રૂપિયા કે તેથી વધુ કિંમત ગણે છે. જોકે ગૃહ વિભાગના નવા પરિપત્રમાં અંગ્રેજી દારૂની કિંમતમાં કોઈ ફેરફાર કરાયો નથી. 

Ahmedabad: નશાની હાલતમાં થતા અકસ્માત કેસમાં ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો, જાણો શું કહ્યુ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે
બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ 25% જેટલું ઘટી જશે, બસ કરી લો આ 2 કામ
હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ 25% જેટલું ઘટી જશે, બસ કરી લો આ 2 કામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં દીકરીઓ અસલામતTantrik Custodial Death Case : મૃતક તાંત્રિક નવલસિંહને લઈ મોટો ખુલાસો, ક્યાંથી શીખ્યો તાંત્રિક વિદ્યા?Mumbai Bus Accident : મુંબઈનો ‘યમરાજ’ બસ ડ્રાઇવર : બ્રેક ને બદલે એક્સિલેટર દબાવ્યું ને 7નો લીધો ભોગSurat Murder CCTV : સુરતમાં યુવકે વેપારીની જાહેરમાં જ છરીના ઘા મારી કરી નાંખી હત્યા, સીસીટીવી આવ્યા સામે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે
બાંગ્લાદેશ ભારત પાસેથી આ મોટી શક્તિ છીનવી લેશે! જો આમ થશે તો પીએમ મોદીની વિશ્વસનીયતા ઘટી જશે
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ 25% જેટલું ઘટી જશે, બસ કરી લો આ 2 કામ
હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ 25% જેટલું ઘટી જશે, બસ કરી લો આ 2 કામ
"ફાંસી આપવામાં વિલંબ એ તેને આજીવન કેદમાં પરિવર્તિત કરવા માટેનો આધાર છે" - સુપ્રીમ કોર્ટે
મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, આ મુદ્દા પર એકસાથે આવ્યા રશિયા-યૂક્રેન, અમેરિકાના હોશ ઉડ્યા
મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, આ મુદ્દા પર એકસાથે આવ્યા રશિયા-યૂક્રેન, અમેરિકાના હોશ ઉડ્યા
ભારતમાં ઝડપથી વધુ રહી છે આ બીમારીઓ, લિસ્ટ જોઇને ઉડી જશે તમારા હોશ
ભારતમાં ઝડપથી વધુ રહી છે આ બીમારીઓ, લિસ્ટ જોઇને ઉડી જશે તમારા હોશ
Boeing Layoff: પ્લેન બનાવનારી કંપનીએ કરી મોટી છટણી, એક ઝાટકે 900 કર્મચારીઓને કાઢી મુક્યા
Boeing Layoff: પ્લેન બનાવનારી કંપનીએ કરી મોટી છટણી, એક ઝાટકે 900 કર્મચારીઓને કાઢી મુક્યા
Embed widget