શોધખોળ કરો

વિકાસ દિવસે ગુજરાતને મળશે 4 મોટી ભેટઃ જાણો ક્યાં કયા બ્રિજને લોકો માટે મુકાશે ખુલ્લો?

બનાસકાંઠાના ડીસામાં એલિવેટેડ બ્રિજનું આજે લોકાર્પણ થશે. 3.75 કિમિ લાંબા બ્રિજનું આજે  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને નીતિન ગડકરી  ઇ-લોકાર્પણ કરશે.

ગાંધીનગરઃ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પુરા થવાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે અનેક જગ્યાએ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. 

આજે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ 4 બ્રિજનું લોકાર્પણ થવાનું છે. બનાસકાંઠાના ડીસામાં એલિવેટેડ બ્રિજનું આજે લોકાર્પણ થશે. 3.75 કિમિ લાંબા બ્રિજનું આજે  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને નીતિન ગડકરી  ઇ-લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલ ગાંધીનગરથી ઇ લોકાર્પણ કરશે. 225 કરોડના ખર્ચે તૈયાર થયેલ એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ થશે. બનાસકાંઠા સાંસદ પરબત પટેલ, ધારાસભ્ય શશીકાંત પંડ્યા હાજર રહેશે.

આ સિવાય આજે ગાંધીનગર-સરખેજ હાઇવેના વધુ બે ફલાયઓવરનું લોકાર્પણ થશે. ચિલોડા-સરખેજ હાઇવેને સંપુર્ણ સીક્સલેન કરવાના ભાગરૂપે ઇન્ફોસીટી અને સરગાસણ ઓવરબ્રીજનું અમિત શાહ ઇ-લોકાર્પણ કરશે. સરખેજ હાઇવેથી અમદાવાદ જવું વધુ સરળ અને ઝડપી બનશે.

સરખેજ ગાંધીનગર હાઇવે પરના વધુ બે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુલ હાજરીમાં સરગાસણ અને ઘ 0 બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. ચિલોડા સરખેજ હાઈવર પરના 11 બ્રિજ પૈકી 5 બ્રિજનું લોકાર્પણ થઈ ચૂક્યું છે જેમાં વધુ 2 બ્રિજનું લોકાર્પણ થશે. રક્ષા શક્તિ યુનિવર્સીટીના ફલાય ઓવર માટે ખાત મુહર્ત પણ કરવામાં આવશે. 7 ઓગસ્ટમાં વિકાસ દિવસની ગાંધીનગરના મહાત્મા મંદિરથી ઉજવણી થશે.

આ સિવાય કચ્છમાં આજે માંડવીના રૂકમાવતી પુલનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે કવર્ચ્યુઅલ લોકાર્પણ રવામાં આવશે. માંડવીમાં રૂકમાવતી પુલ ૧૧.૮૫ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. નવા પુલનું નિર્માણકાર્ય સંપન્ન થતાં લોકોને કોઝ- વેમાંથી છુટકારો મળશે. રૂકમાવતી પુલ માંડવીમાં રાજાશાહી વખતનું પુલ જર્જરિત બનતા ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

રોજગાર દિવસની ઉજવણીઃ મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે 62 હજાર યુવકોને નિમણૂક પત્ર આપાયા

સુરતઃ ગઈ કાલે ગુજરાતની રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણીની ભાગ રૂપે સુરત ખાતે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં આ ઉજવણી કરવામાં આવી હતી. સરસાણા ખાતે કન્વેન્શન સેન્ટરમાં વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા. 

રોજગાર મેળામાં મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે 62 હજાર યુવકોને રોજગાર નિમણૂક પત્ર અપાયા હતા. આ સમયે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, રોજગાર મેળવનાર 62 હજાર યુવકોને અભિનંદન આપું છું. આજે છઠ્ઠા દિવસે અમારું લક્ષ્યાંક હતું 50 હજાર યુવકોને મળે, ત્યારે 62 હજાર યુવકોને નોકરી મળી છે, તેથી ઉત્તમ શું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમે કહીએ છીએ એ કરીએ છીએ. અમે ખાલી લુખ્ખા વચન આપતા નથી. સીએમના હસ્તે અનુબંધમ રોજગાર નામની પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું.

પાટીલે જણાવ્યું હતું કે, અન્ય રાજ્યમાંથી રોજગાર માટે લોકો ગુજરાત આવે છે. ગુજરાતે અન્ય પ્રાંતના લોકોને રોજગાર આપ્યો.   સરકારની અનેક યોજનાઓને કારણે રોજગારીની તકો વધી. સુરમતાં ડાયમંડ બુર્સને કારણે અનેક લોકોને રોજગારી મળશે. રાજ્યમાં સૌથી વધુ લોકો રોજગાર માટે આવી છે. દારૂબંધીને કારણે રાજ્યમાં શાંતિ અને તેના કારણે ઔદ્યોગિક વિકાસ થયો.  રોજગાર ક્ષેત્રે ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ છે. ગુજરાતમાં કામદારોના અધિકારોનું રક્ષણ થયા છે. રાજગારીની તકો વધારવા જ નરેન્દ્રભાઈએ ગુજરાતમાં રોજગાર મેળા શરૂ કર્યા હતા. 

ટોપ સ્ટોરી

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
ગાંધીનગર મનપા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો કારમો પરાજય, 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
ગાંધીનગર મનપા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો કારમો પરાજય, 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget