શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં સ્કૂલ-કોલેજો ખોલવાને લઈને શું આવ્યા મોટા સમાચાર? જાણો વિગત
રાજ્યમાં સ્કૂલો શરુ કરવાને મામલે શિક્ષણ મંત્રી, ઉચ્ચ શિક્ષણ સચિવ સહિતના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સમાં હાજર રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ પણ બેઠકમાં પહોંચ્યા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં સ્કૂલ-કોલેજો ખોલવા મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગનું સંભવિત આયોજન સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. પહેલા કોલેજો અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ખુલશે. ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓ અને છેલ્લે પ્રાથમિક શાળાઓ ખુલે એ પ્રકારનું આયોજન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
રાજ્યમાં સ્કૂલો શરુ કરવાને મામલે શિક્ષણ મંત્રી, ઉચ્ચ શિક્ષણ સચિવ સહિતના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સમાં હાજર રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ પણ બેઠકમાં પહોંચ્યા છે. જી.સી.ઇ.આર.ટીના નિયામક પણ બેઠકમાં પહોચ્યાં છે. શિક્ષણ સચિવ વિનોદ રાવ પણ પહોંચ્યા છે. રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે પણ સ્વર્ણિમ સંકુલ વન પહોંચ્યા છે.
શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે શિક્ષણ મંત્રીની મહત્વની બેઠક પછી અંતિમ નિર્ણય લેવાશે. દિવાળી બાદ શાળાઓ ખોલવા ન ખોલવા સંદર્ભે મોટા નિર્ણય લેવાઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion