શોધખોળ કરો

Gujarat Budget: 'જવાબ ટૂંકો રાખો નહીં તો...' વિધાનસભા અધ્યક્ષે મંત્રી ઋષિકેશ પટેલને પ્રશ્નોત્તરી કાળમાં લાંબો જવાબ આપતી વખતે ટકોર્યા

Gujarat Budget 2025: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરશે

Gujarat Budget 2025: આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરશે. નાણામંત્રી ચોથું બજેટ રજૂ કરશે. બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઇની બાબતો પર ભાર મુકવામાં આવશે. વિધાનસભા ગૃહમાં અત્યારે બજેટ પહેલા પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે, આ દરમિયાન એક ખાસ ઘટના ઘટી છે, અધ્યક્ષે સરકારના મંત્રીને જવાબો આપવાને લઇને ટકોર કરી છે. લાંબા લાંબ જવાબો આપવાને લઇને ઋષિકેશ પટેલને ગૃહના અધ્યક્ષે ટકોર કરતાં કહ્યું કે, જવાબ ટૂંકો રાખવો જરૂરી છે. 

આજે બજેટ સેશન શરૂ થઇ ચૂક્યુ છે. બજેટ રજૂ થયા તે પહેલાના પ્રશ્નોત્તરી કાળમાં એક મોટી ઘટનાએ તમામનું ધ્યાન ખેંચ્યુ છે. ખરેખરમાં, વિધાનસભા અધ્યક્ષની મંત્રી ઋષિકેશ પટેલને ટકોરની ઘટના ઘટી છે. વિધાનસભા ગૃહમાં જ્યારે પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો તો, આ દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે લાંબો જવાબ આપ્યો તેનાથી અધ્યક્ષે તેમને ટકોર્યા હતા. મંત્રી સેવાસેતુ અંતર્ગત યોજનાને લઇને જવાબો આપી રહ્યાં હતા, જે સમયમર્યાદા કરતાં લાંબા હતા. આના પર અધ્યક્ષે ટકોર કરતાં કહ્યું કે, જવાબ ટૂંકો રાખો નહીં તો રામસેતુ કરતા સેવાસેતું લાંબો થશે. 

રજૂ થઇ રહ્યું છે ગુજરાત બજેટ
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરશે. નાણામંત્રી ચોથું બજેટ રજૂ કરશે. બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઇની બાબતો પર ભાર મુકવામાં આવશે. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આરંભ ગઇકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થયો હતો. તેમણે 37 મિનિટના ભાષણ દરમિયાન રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતાં.

દોઢ મહિનો ચાલનારા વિધાનસભાના આ બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ જમીનના કૌભાંડો, આરોગ્ય સેવાનો ખ્યાતિકાંડનો મામલો, ભરતીમાં અનિયમિતતા-ગેરરીતિ સહિતના પ્રશ્નોને લઇને રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે. સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. નોંધનીય છે કે ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સત્રના પહેલા દિવસે બે મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે.

બજેટ સત્રના પ્રથમ દિવસે ગુજરાત વિધાનસભા બહાર કૉંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભારતીયોના ડિપોર્ટેશન મુદ્દે કૉંગ્રેસના ધારાસભ્યોએ ગળામાં પોસ્ટર અને હાથમાં હાથકડી પહેરી દેખાવો કર્યા હતા. કૉંગ્રેસે મોદી અને ટ્રમ્પની દોસ્તી પર પણ સવાલો ઉઠાવ્યા અને આરોપ લગાવ્યો કે,  હાથકડી અને જંજીર પહેરાવી અમેરિકાએ ભારતીયોનું અપમાન કર્યું હતું.

તે સિવાય વિરમગામમાં ડાંગર ખરીદી કૌભાંડ મુદ્દે ખેડૂતોએ કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ડાંગર ખરીદી બાદ ચૂકવણીથી વંચિત રહેલા ખેડૂતો વિધાનસભા ખાતે પહોંચ્યા હતા. જ્યાં વિધાનસભાના ગેટ બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ ભાજપના જ ધારાસભ્ય પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ખેડૂતોએ આરોપ લગાવ્યો કે કૌભાંડી સૂફિયાનના ધારાસભ્ય સાથે સારા સંબંધો છે. વિરમગામમાં ડાંગર ખરીદીમાં 3 કરોડ 76 લાખ રૂપિયાનું કૌભાંડ આચરાયું છે. 1221 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી. જોકે 294 ખેડૂતોને હજુ સુધી નાણાં ચૂકવાયા નથી. પોર્ટલના આઈડીના માધ્યમથી આખુય ડાંગર કૌભાંડ આચરવામાં આવ્યું હતું.  

આ પણ વાંચો

Gujarat Budget: બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષનો હંગામો, ગૃહ પરિસરમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
Ahmedabad:  ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Ahmedabad: ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
ઓટો ડ્રાઈવરની પુત્રી મીનાક્ષી હુડ્ડાએ કરી કમાલ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી
ઓટો ડ્રાઈવરની પુત્રી મીનાક્ષી હુડ્ડાએ કરી કમાલ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડ , પ્રેમપ્રકરણમાં કરી હત્યા?
Harit Shukla :  BLOની ધરપકડ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : 'પ્રામાણિકતાનું પોસ્ટર'
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વસૂલે છે ખેડૂતો પાસે રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી ધારાસભ્યને સળી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
Ahmedabad:  ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Ahmedabad: ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
ઓટો ડ્રાઈવરની પુત્રી મીનાક્ષી હુડ્ડાએ કરી કમાલ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી
ઓટો ડ્રાઈવરની પુત્રી મીનાક્ષી હુડ્ડાએ કરી કમાલ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી
જો આ કામ નહીં કરો તો તમારુ પાન કાર્ડ થઈ જશે બેકાર, આવશે મુશ્કેલીઓ
જો આ કામ નહીં કરો તો તમારુ પાન કાર્ડ થઈ જશે બેકાર, આવશે મુશ્કેલીઓ
Guwahati: ગુવાહાટી ટેસ્ટ માટે સાઉથ આફ્રિકાએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ, ભારત માટે કેટલો ખતરનાક?
Guwahati: ગુવાહાટી ટેસ્ટ માટે સાઉથ આફ્રિકાએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ, ભારત માટે કેટલો ખતરનાક?
PM Svanidhi Scheme: ગેરન્ટી વિના 90,000 સુધીની લોન આપી રહી છે, ફક્ત આધાર કાર્ડ લઈને આવો અને લઈ જાવ
PM Svanidhi Scheme: ગેરન્ટી વિના 90,000 સુધીની લોન આપી રહી છે, ફક્ત આધાર કાર્ડ લઈને આવો અને લઈ જાવ
Rising Star Asia Cup: રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપની સેમિફાઈનલમાં ઈન્ડિયા-એની કોની સામે થશે ટક્કર? જાણો સમીકરણ
Rising Star Asia Cup: રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપની સેમિફાઈનલમાં ઈન્ડિયા-એની કોની સામે થશે ટક્કર? જાણો સમીકરણ
Embed widget