શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
રાજ્યમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તે હાલ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ અસર કરી રહી છે. પરંતુ આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા ઘટી જશે.
ગાંધીનગર: હવામાન વિભાગે આગામી સમયમાં ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તેનો ચિતાર આપ્યો છે. આજે હવામાન વિભાગના જયંત સરકારે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. પરંતુ હાલ રાજ્ય પર હજુ પણ હવાનું હળવું દબાણ યથાવત રહેશે. જેના કારણે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તે હાલ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ અસર કરી રહી છે. પરંતુ આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા ઘટી જશે. ઉત્તર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી સારો એવો વરસાદ પડે તેવી સંભાવના છે. શનિવારથી આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે.
અત્યાર સુધી રાજ્યભરમાં 87 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજૂ ચોમાસાના 45 દિવસ બાકી છે. ત્યારે રાજ્યના તમામ વિસ્તારમાં તબક્કાવાર સારો વરસાદ થયો છે. વરસાદનો વિરામ ખેડૂતો માટે લાભદાયક રહેશે. હવામાન વિભાગના મતે હવે પછી 15 દિવસ દરમિયાન કોઈ વરસાદી સિસ્ટમની સંભાવના નહીં.
હવામાન વિભાગે આગામી 24 કલાકની આગાહી આપ્યા બાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહિસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. બનાસકાંઠામાં શુક્રવારે સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જીલ્લામાં છેલ્લા 24 કલાકથી ધીમીધારે વરસાદ પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement