શોધખોળ કરો
ગુજરાત ભાજપના નેતાઓ માટે ખુશખબર, જાણો આવતા મહિના ક્યાં નિગમ-આયોગમાં થઈ શકે નિમણૂકો ?
ગુજરાતની વિજય રૂપાણી સરકાર આવતા મહિને બિન અનામત આયોગ-નિગમમાં નવા પદાધિકારીઓની નિંમણૂંક કરશે. બિન અનામત આયોગ-નિગમની કારોબારીની મુદ્દત 23 ઓક્ટોબરના રોજ પૂરી થાય છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપના નેતાઓ માટે આનંદના સમાચાર છે. ગુજરાતની વિજય રૂપાણી સરકાર આવતા મહિને બિન અનામત આયોગ-નિગમમાં નવા પદાધિકારીઓની નિંમણૂંક કરશે. બિન અનામત આયોગ-નિગમની કારોબારીની મુદ્દત 23 ઓક્ટોબરના રોજ પૂરી થાય છે. આયોગમાં ચેરમેન સાથે પાંચ પદાધિકારી નિમાશે જ્યારે નિગમમાં ચેરમેન સાથે સાત પદાધિકારી નિમાશે. આ ઉપરાંત 25 જેટલાં બોર્ડ-નિગમોમાં પણ ઓક્ટોબર- નવેમ્બરમાં નિમણઊક કરાય એવા સંકેત છે. રૂપાણી સરકારે 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા 25 જેટલા બોર્ડ- નિગમોમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની નિંમણૂંકો કરી હતી. તેમની મુદ્દત આગામી ઓક્ટોબર- નવેમ્બરમાં પૂર્ણ થવા જઈ રહી છે. નજીકના ભવિષ્યમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીઓ હોવાથી ભાજપના નેતાઓને ખુશ કરવા આ નિમણૂકો કરાય તેવી શક્યતા છે. બિન અનામત આયોગ- નિગમ ઉપરાંત આદિવાસી, ઓબીસી અને અનુસૂચિત જાતિ જેવા સામાજીક ક્ષેત્રના નિગમોમાં પણ નિમણો કરાશે કે જેથી સહાય વિતરણના નિર્ણયો અટવાય નહીં. ગુજરાત સરકારે કરકસરના ભાગરૂપે તમામ ધારાસભ્યો, પ્રધાનો અને કરાર આધારિત પુનઃનિયુક્તિથી સેવારત અધિકારીઓના પગારમાં એક વર્ષ સુધી 30 ટકાનો કાપ મૂક્યો છે. આ ઉપરાંત 6 લાખ જેટલા સરકારી કર્મચારીઓને એક વર્ષ સુધી મોંધવારી ભથ્થામાં વધારો નહી આપવાનો નિર્ણય કર્યો છે પણ રાજકીય કારણોસર ભાજપમાંથી બોર્ડ- નિગમોમાં નિમણૂંકો થવાની શક્યતા પ્રબળ હોવાનું સૂત્રો જણાવે છે.
વધુ વાંચો





















