શોધખોળ કરો
ગુજરાતમાં કોંગ્રેસ છોડીને આવેલા ક્યા 5 ધારાસભ્યોને ભાજપ ફરી મેદાનમાં ઉતારશે ?
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજવાની જાહેરાત ચૂંટણી પંચે કરી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતપોતાના ઉમેદવારો નક્કી કરવાની ક્વાયત શરૂ કરી દીધી છે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજવાની જાહેરાત ચૂંટણી પંચે કરી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતપોતાના ઉમેદવારો નક્કી કરવાની ક્વાયત શરૂ કરી દીધી છે. આ પૈકી ભાજપ કોને પસંદ કરે છે તેના પર સૌની નજર છે. રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી રાજીનામાં આપીને આવેલાં પાંચ પક્ષપલટુ ધારાસભ્યોને ભાજપ ચૂંટણી મેદાને ઉતારે છે કે નહીં તેના પર સૌની નજર છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પક્ષપલટુઓને ટીકિટ આપવા સામે અણગમો બતાવેલો પણ ભાજપનાં સૂત્રોના મતે કોંગ્રેસના પાંચ પક્ષપલટુઓની ટીકિટ પાકી છે. ભાજપનાં સૂત્રોના મતે. 8 બેઠકો પૈકી જે 5 બેઠકો પર પક્ષપલટુઓની ટીકિટ પાકી માનવામાં આવી રહી છે તેમાં મોરબી, ધારી, અબડાસા, કપરાડા અને કરજણ બેઠકનો સમાવેશ થાય છે. મોરબી બેઠક પર બ્રિજેશ મેરઝા , ધારી બેઠ પર જે.વી.કાકડિયા ,અબડાસા બેઠક પર પ્રદુમનસિંહ જાડેજા , કપરાડા બેઠક પર જીતુ ચૌધરી અને કરજણ બેઠક પર અક્ષય પટેલને ટીકીટ મળવાનું નક્કી હોવાનું ભાજપનું સૂત્રોનું કહેવું છે.
વધુ વાંચો




















