શોધખોળ કરો
Advertisement
ગાંધીનગરમાં કોરોના અટકાવવા કયા મુખ્ય સચિવની કરાઈ નિમણૂંક, આ અધિકારીએ કયા-કયા નિર્ણય લીધા? જાણો
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગાંધીનગરમાં પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થતાં સરકાર હરકતમાં આવી છે. ગાંધીનગરમાં આવતાં તમામ રસ્તાઓ પર ચેક પોસ્ટ બનાવવામાં આવી છે
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગાંધીનગરમાં પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થતાં સરકાર હરકતમાં આવી છે. ગાંધીનગરમાં આવતાં તમામ રસ્તાઓ પર ચેક પોસ્ટ બનાવવામાં આવી છે જ્યાં સધન ચેકિંગ કરીને જ વાહનોને ગાંધીનગરમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકારે કોરોનાને અટકાવવા માટે અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાને નિયુક્ત કરવામાં આવ્યાં છે. ગાંધીનગરમાં કોરોનાને અટકાવવા રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં ઘણાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
ગાંધીનગરમાં કોરોનાને અટકાવવા માટે અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી છે જેમની અધ્યક્ષતામાં આજે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. ગાંધીનગર શહેરમાં પોઝિટિવ કેસો છે એવા સેક્ટરમાં વધારે ટેસ્ટ કરવામાં આવશે. જ્યારે 5 મે સુધી જે હોસ્પિટલો કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે ત્યાં 5 મે સુધી તમામ તૈયારીઓ પૂર્ણ કરવી.
ગાંધીનગરમાં ગોએંકા હોસ્પિટલ, આશ્કા હોસ્પિટલ અને એસએમવીએસ હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલ તરીકે ઉપયોગ થશે. આ ઉપરાંત એપોલો હોસ્પિટલમાં પણ વ્યવસ્થા કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, જરૂરિયાત પ્રમાણે આશ્કા હોસ્પિટલ અને એસએમવીએસ હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવે.
નોંધનીય છે કે, ગઈકાલે ગાંધીનગરમાં 173 સેમ્પલ લેવામાં આવ્યા હતા જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 73 સેમ્પલ લેવામાં આવ્યા હતાં. ત્યારે રોજના 200 ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક છે. 1000 નવી ટેસ્ટિંગ કિટ ગાંધીનગર માટે માંગણી કરવામાં આવી છે. જીલ્લા કલેક્ટરને સ્ટેશનના અધિકારીઓ સાથે ચર્ચા કરીને તમામ વ્યવસ્થા કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement