શોધખોળ કરો
ગાંધીનગરઃ લગ્નમાં હોંશે હોંશે ગરબા ગાઈ રહેલાં મહિલાને અચાનક હાર્ટ એટેક આવતાં મોતને ભેટ્યાં, જાણો કરૂણ ઘટના વિશે
લગ્ન પ્રસંગમાં ગરબા રમતી વખતે 45 વર્ષીય મહિલાનું હાર્ટએટેકથી મૃત્યુ થતાં લગ્ન પ્રસંગમાં માતમ છવાયો હતો. તેમના મોતને કારણે આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

તસવીરઃ . દહેગામ તાલુકાના ખાનપુર ગામના કલ્પનાબેન ઘનશ્યામભાઈ ગઢવી લગ્ન પ્રસંગે રૂપાલ આવ્યા હતા, જ્યાં હાર્ટએટેલથી તેમનું મૃત્યુ થયું હતું.
ગાંધીનગરઃ રૂપાલ ગામમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે. લગ્નની આગલી રાત્રે યોજાયેલા ગરબામાં 45 વર્ષીય મહિલાનું ગરબા રમતા રમતા હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું હતું. દહેગામ તાલુકાના ખાનપુર ગામના કલ્પનાબેન ઘનશ્યામભાઈ ગઢવી લગ્ન પ્રસંગે રૂપાલ આવ્યા હતા, જ્યાં હાર્ટએટેલથી તેમનું મૃત્યુ થયું હતું. લગ્ન પ્રસંગમાં ગરબા રમતી વખતે 45 વર્ષીય મહિલાનું હાર્ટએટેકથી મૃત્યુ થતાં લગ્ન પ્રસંગમાં માતમ છવાયો હતો. તેમના મોતને કારણે આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
વધુ વાંચો





















