Gandhinagar: PSIની ભરતીમાં કૌભાંડ થયું હોવાનો આરોપ યુવરાજ સિંહ લગાવતા ખળભળાટ
ગાંધીનગર: પોલીસ ભરતીમાં થયેલા કૌભાંડ અંગે યુવરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. યુવરાજ સિંહે કહ્યું કે, પોલીસ ભરતીમાં નોકરી કૌભાંડ થયું છે. પીએસઆઇની ૧૬ માર્ચ ૨૦૨૧ ની ભરતીમાં કૌભાંડ થયું છે.
ગાંધીનગર: પોલીસ ભરતીમાં થયેલા કૌભાંડ અંગે યુવરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. યુવરાજ સિંહે કહ્યું કે, પોલીસ ભરતીમાં નોકરી કૌભાંડ થયું છે. પીએસઆઇની ૧૬ માર્ચ ૨૦૨૧ ની ભરતીમાં કૌભાંડ થયું છે. ૧૩૮૨ જગ્યા માટે આ ભરતી થઈ હતી. ભરતીમાં ૧૦ લોકો ખોટી રીતે લાગ્યા હોવાનો યુવરાજ સિંહનો આક્ષેપ છે. પોલીસ અધિકારી અને બીરસામુંડા ભવનના એક કર્મચારી થકી ખોટી રીતે યુવાન નોકરીએ લાગ્યો હોવાનો આરોપ યુવરાજ સિંહ લગાવ્યો છે.
મયુર તડવી નામનો યુવાન ખોટી રીતે પીએસઆઇ તરીકે લાગ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ પરીક્ષા પુર્ણ કરી પસંદગી પામેલા ઉમેદવાર કરાઇમાં ટ્રઇનીંગ લઇ રહ્યા છે. મયુર તડવી બીન હથીયારી પીએસઆઇ તરીકે તાલીમ લઇ રહેલ છે. પરીક્ષાના પરિણામમાં મયુરના નામનો કોઇ ઉલ્લેખ નથી. ફીજીકલ પરિણામમાં પણ મયુરના નામનો કોઇ ઉલ્લેખ નથી. મયુર તડવીએ એક મહિનાઓ પગાર પણ લીધો છે. તેમનો કોલ લેટર પ્રાથમિક દ્રષ્ટીએ ટેમ્પર કરેલ જણાયો છે.
આ ઉપરાંત બરોડા પોલીસ સ્ટેશનથી અપાયેલા નિમણુક પત્રમાં પણ ક્યાંય મયુરનુ નામ નથી આ વ્યક્તિ પોલીસ ટ્રેઇનીંગ સેન્ટર સુધી કંઇ રીતે પહોંચ્યા એ સવાલ છે. કરાઇ ટ્રેઇનીંગ સેન્ટર ખાત શા માટે ડોકેયુમેન્ટ વેરીફીકેશન ન થયું. આ ભરતી માટે અધિકારીઓની મિલિભગત જવાબદાર હોવાનો આરપો લગાવ્યો છે. કોઇ બનાવટી વ્યક્તિએ મયુરના નામે પરીક્ષા પાસ કરી નથીને તેવા પણ તેમણે સવાલો કર્યા. ખોટા પ્રમાણપત્રો બન્યા હોય એવું બની શકે. તમામ ડોક્યુમેન્ટનુ ક્રોસ વેરીફીકેશન કરવામાં આવે. ૨૦૧૪ પછી થયેલી તમામ ભરતીમાં ક્રોસ વેરીફીકેશન કરવામાં આવે. આવી ઘટના માટે ગૃહરાજ્યમંત્રી જવાબદાર હોવાનો આરોપ યુવરાજ સિંહ લગાવ્યો.
વડોદરામાં કાકાએ 12 વર્ષની ભત્રીજીનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા ચકચાર
વડોદરા વાઘોડિયા તાલુકામાં સમાજને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. કૌંટુબીક કાકાએ સગીર ભત્રીજીનુ અપહરણ કરી દુષ્કર્મ ગુજારતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. માત્ર 12 વર્ષની કિશોરીને 33 વર્ષના સંબઘી કાકાએ અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાના પિતાએ પોતાના માસીયાઈ ભાઈ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. જે બાદ વાઘોડિયા પોલીસે પોસ્કો, અપહરણ અને બળાત્કારની કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીની અટકાયત કરી છે. મળતી માહિતી પ્રમાણે આરોપી બે સંતાનનો પિતા છે અને તેમની પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા છે. હાલમાં પોલીસે ધરપકડ કરી મેડિકલ તપાસ હાથ ધરી છે.