શોધખોળ કરો

Go First Flights: 24 મેથી ફરી ફ્લાઈટ સેવાઓ શરૂ કરવાની તૈયારીમાં ગો ફર્સ્ટ, જાણો સમગ્ર વિગત

Go First Airlines: વાડિયા ગ્રુપની એરલાઈન્સ 24 મેથી નાના કાફલા સાથે ફ્લાઈટ્સ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ કહ્યું છે કે રદ કરાયેલી ફ્લાઇટનું રિફંડ ટૂંક સમયમાં આપવામાં આવશે.

Go First Flights Booking: ગો ફર્સ્ટ એરલાઇન તેની ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવાની યોજના બનાવી રહી છે. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર એરલાઈન્સ 24 મેથી તેની ફ્લાઈટ સેવાઓ ફરી શરૂ કરી શકે છે. એરલાઇન ફ્લાઇટ સેવા નાના કાફલા સાથે શરૂ થઈ શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 23 એરક્રાફ્ટથી એરલાઇન શરૂ કરવાની યોજના છે જ્યારે 2 મે સુધી એરલાઇનના કુલ 27 એરક્રાફ્ટ ફ્લાઈટ સર્વિસ આપી રહ્યા હતા. તેમાં દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પર 51 અને 37 ડિપાર્ચર સ્લોટ છે. નોંધપાત્ર રીતે એરલાઇન્સે એક દિવસ પહેલા જાહેરાત કરી હતી કે તેણે 19 મે સુધી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે, જ્યારે તે પહેલા 12 મે સુધી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

NCLT સુરક્ષા આપવા માટે સંમત

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે GoFirstને સુરક્ષા આપવા સંમતિ દર્શાવી છે. NCLTએ પોતાના નિર્ણયમાં કહ્યું કે અમે નાદારીની કાર્યવાહી માટે ગો ફર્સ્ટ એરલાઇનની અરજી સ્વીકારીએ છીએ. NCLTએ કંપનીને એરલાઇન ચાલુ રાખવા અને કર્મચારીઓની છટણી ન કરવાનો આદેશ આપ્યો છે.

40 વિમાનો પરત કરવાની માંગ

NCLTના આદેશ બાદ GoFirstના CEO કૌશિક ખોનાએ તેને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો છે. ભારતમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ ભારતીય એરલાઈને સ્વેચ્છાએ કરારો અને દેવાની પુનઃ વાટાઘાટ કરવા માટે નાદારી સુરક્ષાની માંગ કરી હોય. તે જ સમયે ભાડાની ચૂકવણી ન થવાને કારણે લગભગ 40 ગો ફર્સ્ટ એરક્રાફ્ટને પરત કરવા માટે ઉડ્ડયન નિયમનકાર પાસે માંગ કરવામાં આવી છે.

મુસાફરો રિફંડ અંગે ચિંતિત

GoFirst Airline એ સૌથી સસ્તી કિંમતે ફ્લાઈટ ટિકિટ ઓફર કરતી અગ્રણી કંપનીઓમાંની એક છે. ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કર્યા બાદ પણ મોટાભાગના મુસાફરો રિફંડને લઈને ચિંતિત છે. મુસાફરોને રિફંડ મળતું નથી. બીજી તરફ, એરલાઈન્સે કહ્યું છે કે ટૂંક સમયમાં જ તમામ યાત્રીઓના સમગ્ર પૈસા પરત કરવામાં આવશે.

આ પણ વાંચો: Go First Cancelled Flights: ગો ફર્સ્ટની તમામ ફ્લાઈટ્સ 19 મે સુધી રદ

Go First Flight Cancelled News:ગો ફર્સ્ટ ફ્લાઈટ્સ ઓપરેશનલ કારણોસર 19 મે 2023 સુધી રદ કરવામાં આવી છે. ગો ફર્સ્ટે તેના ટ્વિટર હેન્ડલ દ્વારા મુસાફરોને આ માહિતી આપી છે. એરલાઈન્સે કહ્યું છે કે મુસાફરોને થઈ રહેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. મુસાફરોને માહિતી આપતાં વાડિયા ગ્રુપની કંપનીએ કહ્યું કે રદ થયેલી ફ્લાઇટમાં ટિકિટનું રિફંડ પહેલાની જેમ જ પ્રક્રિયાના આધારે આપવામાં આવશે.

GoFirstએ જણાવ્યું હતું કે તેણે સમસ્યાના ઝડપી નિરાકરણ અને ઓપરેશનલ રિઝોલ્યુશન માટે અરજી કરી છે. ફ્લાઇટ બુકિંગની સુવિધા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ગો ફર્સ્ટ એ કોઈપણ પ્રકારની માહિતી માટે https://bit.ly/42ab9la લિંક શેર કરી છે. જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની માહિતી અથવા સમસ્યા માટે તમે અહીં સંપર્ક કરી શકો છો.

મુસાફરો રિફંડની રાહ જોઈ રહ્યા છે

ગયા અઠવાડિયા સુધી એટલે કે 12મે સુધી GoFirst એ તમામ ફ્લાઇટ્સ રદ કરી હતી. આ અંગે DGCAએ યાત્રીઓના પૈસા વહેલામાં વહેલી તકે પરત કરવા જણાવ્યું હતું. જો કે, હજુ સુધી મુસાફરોને રિફંડ આપવામાં આવ્યું નથી. મોટાભાગના મુસાફરો રિફંડની રાહ જોઈ રહ્યા છે. આ મુસાફરોને ક્રેડિટ નોટ આપવામાં આવી છે. જે પોર્ટ્સ પરથી મુસાફરોએ બુકિંગ કરાવ્યું હતું. ત્યાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી કંપની દ્વારા કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી.

રિફંડ અંગે કંપનીએ શું કહ્યું

કંપનીનું કહેવું છે કે ફ્લાઈટ્સ કેન્સલ થયા બાદ મુસાફરો રિફંડને લઈને ચિંતિત છે. દરમિયાન, એરલાઈને કહ્યું છે કે અમે મુસાફરોની સમસ્યાઓ સમજી રહ્યા છીએ. અમે ભવિષ્યમાં વધુ સારી ફ્લાઇટની ખાતરી આપીએ છીએ. રિફંડની સંપૂર્ણ રકમ મુસાફરોના ખાતામાં મોકલવામાં આવશે. જોકે, મુસાફરોને રિફંડના પૈસા ક્યારે પરત મળશે તે કહેવું મુશ્કેલ છે.

ગો ફર્સ્ટ કઈ સ્થિતિમાં છે?

ગો ફર્સ્ટ એરલાઇનની શરૂઆત વર્ષ 2005માં કરવામાં આવી હતી. તે વાડિયા ગ્રૂપની એરલાઇન છે, જે સસ્તી હવાઇ સેવાઓ પૂરી પાડતી અગ્રણી એરલાઇન્સમાંની એક છે. તેણે NCLTમાં નાદારીની અરજી પણ દાખલ કરી હતી. કંપનીએ જણાવ્યું કે હાલમાં તે કેશ અને કેરી મોડમાં પેમેન્ટ કર્યા પછી જ ફ્લાઈટ ઓપરેટ કરી શકશે. તેના ઉપર કુલ રૂ. 6,527 કરોડનું દેવું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Appleએ આપી ચેતવણી, આઈફોન યુઝર્સ માટે સેફ નથી Chrome અને Google એપ
Appleએ આપી ચેતવણી, આઈફોન યુઝર્સ માટે સેફ નથી Chrome અને Google એપ
Embed widget