શોધખોળ કરો
Advertisement
Corona Update: ગુજરાતમાં આજે કયા જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કોરોના કેસ, જાણો
રાજ્યમાં 93 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,720 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,12,769 પર પહોંચી છે.
ગાંધીનગરઃ રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1512 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4018 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,803 એક્ટિવ કેસ છે, જ્યારે 1,93,938 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 93 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,720 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,12,769 પર પહોંચી છે.
કયા જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કેસ
રાજ્યમાં આજે સૌથી ઓછા કેસ તાપી અને પોરબંદમાં નોંધાયા હતા. બંને જિલ્લામાં 2-2 કેસ નોંધાયા હતા. જ્યારે દેવભૂમિ દ્વારકા, છોટા ઉદેપુર, બોટાદમાં 3-3, વલસાડ, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં 5-5, ગીર સોમનાથમાં 8 કેસ નોંધાયા હતા.
રાજ્યનો રિકવરી રેટ 91.15 ટકા
તાપીમાં 3, પોરબંદરમાં 5, દેવભૂમિ દ્વારકામાં 13, છોટા ઉદેપુરમાં 2, બોટાદમાં 4, સુરેન્દ્રનગરમાં 18, ભાવનગરમાં 4, ગીરસોમનાથમાં 12 લોકો ડીસ્ચાર્જ થયા હતા. રાજ્યમાં આજે કુલ 1570 દર્દી સાજા થયા હતા અને 69,186 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 79,63,653 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.15 ટકા છે.
5.29 લાખથી વધુ લોકો ક્વોરેન્ટાઈન
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,29,704 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,29,531 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 173 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વિશ્વના આ જાણીતા દેશના રાષ્ટ્રપતિએ આગામી સપ્તાહથી મોટા પાયે કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવાના આપ્યા આદેશ, જાણો વિગત
Coronavirus: અમદાવાદની સ્થિતિ ચિંતાજનક, રાજ્યમાં આજે થયેલા કુલ મોતના 50 ટકાથી વધુ શહેરમાં નોંધાયા
Gujarat Corona Cases Update: રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી વધુ 14 લોકોના મોત, નવા 1512 કેસ નોંધાયા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion