શોધખોળ કરો

Corona Vaccine: રાજ્યમાં સૌથી પહેલા કોને આપવામાં આવશે રસી, નીતિન પટેલે શું કરી જાહેરાત

કોરોના વેક્સિનને લઈને કામગીરી કેવી રીતે કરવામાં આવશે તે અંગે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી.

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે થોડા સપ્તાહમાં કોરોના વેક્સિન આવી જશે તેવી કરેલી જાહેરાત બાદ આજે રાજ્યના નાયબ  મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું, રાજ્યમાં ગુજરાત સરકાર કોરોના વોરિયર્સને પ્રથમ વેક્સિન આપશે.   પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મીઓ, બીજા તબક્કામાં પોલીસ અને હોમ ગાર્ડ્સ તથા ત્યારબાદના તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટિઝનને વેક્સિન આપશે તેમ જણાવ્યું હતું. બીજા તબક્કામાં પોલીસ, હોમગાર્ડસ સહિતના કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવશે. જ્યારે ત્યારબાદના તબક્કાઓમાં 50 વર્ષથી વધુ વયના નાગરિકોને વેક્સિન અપાશે. આ સિવાય 50 વર્ષથી નીચેની વયના કેન્સર, હૃદયરોગ જેવી બીમારીથી પીડિત છે તેમને પાછળના તબક્કામાં સમાવેશ કરવામાં આવશે. આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું, આ વેક્સિનને કોલ્ડ સ્ટોરેજમાં રાખવી પડશે. આ માટે માટે રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર વગેરે વિસ્તારમાં વેક્સિનેશનની કામગારી કરાશે. વિવિધ કોર્પોરેશન પણ આ કામગીરીમાં જોડાશે. વેક્સિન ના આવે ત્યાં સુધી માસ્ક ફરજિયાત પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પર નીતિન પટેલે જનતાને અપીલ  કરી હતી. કોરોના વેક્સિનને લઈને કામગીરી કેવી રીતે કરવામાં આવશે તે અંગે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપતાં વધુમાં જણાવ્યું કે, કોરોના વેક્સિનને લઈને રાજ્યમાં IAS ઑફિસરોની સરકારે નોડલ ઑફિસર તરીકે નિમંણૂક કરી છે. છેક ગ્રામ્ય સ્તર સુધી આ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ગ્રામ્ય સ્તર સુધી રસીકરણની વ્યવસ્થા ગોઠવવા કલેકટર અને કમિશ્નરને સૂચના અપાઈ છે. રસીકરણ માટે ઉચ્ચ કક્ષાની કમિટી તૈયાર કરાઈ છે.  કેન્દ્ર સરકાર પુરવઠો ફાળવશે એ પ્રમાણે રસીકરણ કરાશે.  વેક્સિન આવે એટલે તરત જ નક્કી કરેલા લાભાર્થીઓને રસી આપવાનું કામ તબક્કાવાર થાય તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના તમામ ૩૩ જિલ્લા અને ૨૪૮ તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફ ફોર્સની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં, આ ટાસ્ક ફોર્સે જરૂરી આયોજન પણ કરી લીધું છે. ગુજરાતમાં વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ ૬ વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ ૪૧ સ્ટોર અને છેક અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા ૨,૧૮૯ કોલ્ડ ચેઇન પોઇન્ટ આજની પરિસ્થિતિએ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. તમામ સ્ટોર ખાતેના સાધનોનું ટેકનિકલ ઓડિટ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. બે વધારાના વોક-ઇન કુલર, એક વોન ઇન ફ્રી અને ૧૬૯ આઇસલાઇન્ડ રેફ્રીજરેટર પૈકી ૧૫૦ જેટલા આઇસલાઇન્ડ રેફ્રીજરેટર મળી ગયા છે. ૩૦ ડીપ ફ્રીઝ કેન્દ્ર સરકારમાંથી પ્રાપ્ત થશે. કોવિડ વેક્સિન અને લાભાર્થીના ચેકીંગ માટે ભારત સરકાર દ્વારા cowin software બનાવવામાં આવ્યું છે. જિલ્લા અને કોર્પોરેશન દ્વારા પણ આ સોફ્ટવેરમાં રસીકરણના સ્થળ અને વેક્સિનેટરની માહિતીની એન્ટ્રી શરૂ કરી દેવામાં આવી છે. દેશના ભાજપ શાસિત આ મોટા રાજ્યએ માર્ચ સુધી સ્કૂલો બંધ કરી, જાણો વિગતે સી.આર.પાટીલે અમદાવાદ જિલ્લાના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષ તરીકે કોના નામ પર મારી મહોર ? મોદી સરકારના મંત્રીએ કહ્યું, કેટલાક ઉદ્યોગપતિઓના ઈશારે કૃષિ સુધારણા કાયદા પાસ કરવામાં આવ્યા ? જાણો શું છે હક્કીત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget