શોધખોળ કરો
Advertisement
બનાસકાંઠામાં 5 વર્ષના બાળકને આવ્યો કોરોના પોઝિટિવ, વડોદરામાં પણ વધુ 1ને લાગ્યો ચેપ
ગઈકાલે સાંજ સુધીમાં રાજ્યમાં વધુ નવા 23 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા હતા. અમદાવાદ 16 આણંદ 1 વડોદરામાં 6 કેસ નોંધાયા હતો અને કુલ દર્દીની સંખ્યા 516એ પહોંચી હતી.
અમદાવાદઃ ગુજરાતના બનાસકાઠામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. એક પાંચ વર્ષના બાળકને કોરોના પોઝિટિવ આવ્યો છે. વાવના મીઠાવી ચારણ ગામના દાદા દાદી સાથે રહેતા પાંચ વર્ષના બાળકને કોરોનાનો ચેપ લાગ્યો છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ બાળક સુરતતી દાદા દાદી સાથે વતન ખાતે આવ્યો હતો.
બનાસકાંઠા ઉપરાંત વડોદારમાં પણ વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જ્યાં આજવા રોડની બહાર કોલોનીમાં વધુ એક પોઝિટિવ કેસ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. બહાર કોલોનીને ઓરેન્જમાંથી રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. અહીંના 42 મકાનના કલસ્ટલ ને સીલ કરવામા આવ્યા છે.
નોંધનીય છે કે, ગઈકાલે સાંજ સુધીમાં રાજ્યમાં વધુ નવા 23 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા હતા. અમદાવાદ 16 આણંદ 1 વડોદરામાં 6 કેસ નોંધાયા હતો અને કુલ દર્દીની સંખ્યા 516એ પહોંચી હતી. જ્યારે ગઈકાલે સાંજ સુધીમાં એક વધુ દર્દીનું મોત થયું હતું. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 24 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 44 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 282 કેસ નોંધાયા છે. સુરતમાં કુલ 28 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 18 પર પહોંચી છે. વડોદરામાં 101 કેસ નોંધાયા છે. ગાંધીનગર 15, ભાવનગર 23, કચ્છ 4, મહેસાણા 2 ગીર સોમનાથ 2, પોરબંદર 3, પંચમહાલ 1, પાટણ 14,છોટા ઉદેપુરમાં 3, જામનગર 1,મોરબી 1,આણંદ 8, સાબરકાંઠા 1, દાહોદ 1 અને ભરૂચમાં 8 કેસ નોંધાયા છે.
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, 24 કલાકમાં 2012 પરિક્ષણ થયા તેમાંથી 1632 નેગેટિવ 48 પોઝિટિવ 332 પેન્ડિંગ છે. 11715 ટેસ્ટ કરવામાં આવ્યા છે. 516 પોઝિટિવ કેસ છે. 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 444 દર્દી સ્ટેબલ છે. ગુજરાતમાં કોરોના વાયરસનો મૃત્યુદર 4.5 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement