શોધખોળ કરો
Advertisement
રાજકોટ-દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું, ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો વરસાદના લેટેસ્ટ આંકડા
દક્ષિણ ગુજરાત અને રાજકોટમાં આભ ફાટ્યું છે. છેલ્લા 24 કલાકમાં આખું રાજકોટ 10 ઈંચ વરસાદથી પાણી જ પાણી થઈ ગયું હતું. જ્યારે વલસાડના ધરમપુરમાં 11 ઈંચ વરસાદથી નદીઓ ગાડી થઈ છે.
અમદાવાદ: ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે ત્યારે દક્ષિણ ગુજરાત અને રાજકોટમાં આભ ફાટ્યું છે. છેલ્લા 24 કલાકમાં આખું રાજકોટ 10 ઈંચ વરસાદથી પાણી જ પાણી થઈ ગયું હતું. જ્યારે વલસાડના ધરમપુરમાં 11 ઈંચ વરસાદથી નદીઓ ગાડી થઈ છે. આ ઉપરાંત વલસાડના કપડારામાં 7 ઈંચ, ડાંગના સાપુતારામાં 7 ઈંચ અને વઘઈમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજકોટ તાલુકામાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડમાં આવેલ ધરમપુરમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેને લઈ નદીઓ ગાંડીતૂર બની છે.
કપરાડા અને સાપુતારામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. વઘઈ અને સુરતના માંગરોળમાં 6 ઈંચ, પારડીમાં 5.5 ઈંચ, આહવામાં 4.5 ઈંચ, પડધરીમાં 4.5 ઈંચ, લોધિકામાં 4 ઈંચ, ઉમરપાડામાં 4 ઈંચ, ખેરગામમાં 4 ઈંચ, વલસાડમાં 4 ઈંચ, વાલીયામાં 4 ઈંચ, અંકલેશ્વરમાં 4 ઈંચ, નેત્રંગમાં 3 ઈંચ, વલ્લભીપુરમાં 3 ઈંચ, ઉમરાળામાં 3 ઈંચ અને બાવળામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે.
સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છ મેઘરાજા મહેરબાન થયા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. મોડી રાત્રે રાજકોટમાં 10 ઈંચ વરસાદથી સમગ્ર રાજકોટમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારના ઘરોમાં 4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતાં.
મોડી રાત્રે વલસાડ જિલ્લાના ધરમપુરમાં ફક્ત બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં ધરમપુરમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની હતી.
ઉપરવાસમાં ભારે વરસાદને લઈને દક્ષિણ ગુજરાતની અંબિકા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારે વરસાદથી નવસારી જિલ્લાનું ધોલ ગામ સંપર્ક વિહોણું થયું છે. આ ઉપરાંત 24 ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. નવસારીની અંબિકા નદી પણ ગાંડીતૂર બની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion