અમદાવાદઃ ગુજરાતમાં આજે પણ કોરોનાના 100 કરતાં વધારે કેસ સામે આવ્યા છે. ગઈકાલ સાંજે 5 કલાક પછી ગુજરાતમાં નવા 127 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 2066એ પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી. આજે જે નવા 127 કેસ આવ્યા છે તેમાં અમદાવાદમાં 50, સુરતમાં 69, અરવલ્લીમાં 1, ગીર સોમનાથમાં 1, ખેડામાં 1 કેસ, રાજકોટમાં 2, તાપીમાં 1 અને વલસાડમાં 2 નવા કેસ સામે આવ્યા છે.
૨૦.૦૪.૨૦૨૦ ૧૭.૦૦ કલાક બાદ નવા નોંધાયેલ કેસોની તવગત | જિલ્લો | કેસ | પુરૂષ | સ્ત્રી |
| અમદાવાદ | ૫૦ | ૩૩ | ૧૭ |
| સુરત | ૬૯ | ૪૩ | ૨૬ |
| અરવલ્લી | ૦૧ | ૦૧ | ૦૦ |
| ગીર સોમનાથ | ૦૧ | ૦૧ | ૦૦ |
| ખેડા | ૦૧ | ૦૧ | ૦૦ |
| રાજકોટ | ૦૨ | ૦૧ | ૦૧ |
| તાપી | ૦૧ | ૦૦ | ૦૧ |
| વલસાડ | ૦૨ | ૦૨ | ૦૦ |
| કુલ | ૧૨૭ | ૮૨ | ૪૫ |
આજે જે 6 લોકોના મોત થયા છે તેમાં અમદાવાદના 5 વ્યક્તિ જેમાં ત્રણ સ્ત્રી અને બે પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે ભાવનગરમાં એક સ્ત્રીનું મૃત્યું થયું છે. ગુજરાતમાં જે 2066 કેસ જેમાંથી 19 ક્રિટિકલ છે જ્યારે 1839 સ્ટેબલ છે. જ્યારે 131 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 77એ પહોંચ્યો છે.
ગુજરાતમાં કુલ કેસ | ક્રમ | જીલ્લો | કેસ | મૃત્યુ | ડીસ્ચાર્જ |
| ૧ | અમદાવાદ | ૧૨૯૮ | ૪૩ | ૪૯ |
| ૨ | વડોદરા | ૧૮૮ | ૭ | ૮ |
| ૩ | સુરત | ૩૩૮ | ૧૦ | ૧૧ |
| ૪ | રાજકોટ | ૪૦ | ૦ | ૧૨ |
| ૫ | ભાવનગર | ૩૨ | ૫ | ૧૬ |
| ૬ | આણંદ | ૨૮ | ૨ | ૩ |
| ૭ | ભરૂચ | ૨૩ | ૧ | ૨ |
| ૮ | ગાંધીનગર | ૧૭ | ૨ | ૧૧ |
| ૯ | પાટણ | ૧૫ | ૧ | ૧૧ |
| ૧૦ | પંચમહાલ | ૧૧ | ૨ | ૦ |
| ૧૧ | બનાસકાંઠા | ૧૦ | ૦ | ૧ |
| ૧૨ | નમમદા | ૧૨ | ૦ | ૦ |
| ૧૩ | છોટા ઉદેપુર | ૭ | ૦ | ૧ |
| ૧૪ | કચ્છ | ૬ | ૧ | ૦ |
| ૧૫ | મહેસાણા | ૬ | ૦ | ૦ |
| ૧૬ | બોટાદ | ૫ | ૧ | ૦ |
| ૧૭ | પોરબંદર | ૩ | ૦ | ૩ |
| ૧૮ | દાહોદ | ૩ | ૦ | ૦ |
| ૧૯ | ગીર-સોમનાથ | ૩ | ૦ | ૧ |
| ૨૦ | ખેડા | ૩ | ૦ | ૦ |
| ૨૧ | જામનગર | ૧ | ૧ | ૦ |
| ૨૨ | મોરબી | ૧ | ૦ | ૦ |
| ૨૩ | સાબરકાંઠા | ૨ | ૦ | ૨ |
| ૨૪ | અરવલ્લી | ૮ | ૧ | ૦ |
| ૨૫ | મહીસાગર | ૩ | ૦ | ૦ |
| ૨૬ | તાપી | ૧ | ૦ | ૦ |
| ૨૭ | વલસાડ | ૨ | ૦ | ૦ |
| | કુલ | 2066 | 77 | 131 |
છેલ્લા 24 કલાકમાં 3339 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 215 પોઝિટિવ, 3124 નેગેટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 35543 ટેસ્ટ કરવામાં આવ્યાછે જેમાંથી 2066 પોઝિટિવ આવ્યા છે જ્યારે 33477 નેગેટિવ આવ્યા છે.