Gujarat Rain: પોરબંદરમાં આભ ફાટ્યું, 14 ઈંચ વરસાદ ખાબકતા લોકોના ઘરોમાં ઘુસ્યા પાણી
Gujarat Rain: હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં જાણો આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
Gujarat Rain: હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં જાણો આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. 14 ઈંચ વરસાદથી પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. પોરબંદર શહેર, ગ્રામ્ય અને બરડા પંથક જળમગ્ન થયો છે. પોરબંદર-રાણાવાવ વચ્ચેનો રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે.
પોરબંદરના છાયા ચોકી, સુદામા ચોક સહિતના વિસ્તારો જળબંબાકાર થયા છે. તો બીડી તરફ ખાપટની રવિ પાર્ક સોસાયટીમાં ગોઠણડુબ પાણી ભરાયા છે. નિચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં ભરાયા પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે.
આ અંગે પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ગઈકાલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. પાણી નિકાલના પ્રયાસો કરી રહ્યા છીએ. વરસાદ બંધ રહેશે તો પાણી ઉતરી જશે. વહિવટ પ્રશાસન કામે લાગ્યુ છે. લોકોને ધીરજ રાખવાની અપીલ કરવામાં આવે છે.
મૂશળધાર વરસાદથી પોરબંદર શહેર અને જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
મૂશળધાર વરસાદથી પોરબંદર શહેર અને જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. જળબંબાકારની સ્થિતિ વચ્ચે ભારવાડા ગામના વાડી વિસ્તારમાં કેટલાક ખેતમજૂરો ફસાયા હતા. ખેત મજૂરે ફાયર બ્રિગેડના કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને જાણકારી આપતા ફાયર વિભાગે તાત્કાલિક લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ હતુ. ફાયર વિભાગે બોટના માધ્યમથી પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને રાતના અંધારામાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ હતું મકાનની છત પર આશ્રય લઈ રહેલા એક જ પરિવારના છ સભ્યોનું રેસ્ક્યુ કર્યુ હતું. એટલું જ નહીં આખી રાત ફાયર વિભાગના જવાનોએ જીવને જોખમમાં મુકીને વાડી વિસ્તારમાં ફસાયેલા 11 લોકોનું રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યો હતો
ભારે વરસાદથી પોરબંદર જિલ્લામાં ટ્રેન વ્યવહારને અસર
ભારે વરસાદથી પોરબંદર જિલ્લામાં ટ્રેન વ્યવહારને અસર થઈ છે. ભારે વરસાદથી કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે. પોરબંદર કાનાલુસ વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે. પોરબંદર જતી ટ્રેનોના શેડ્યુઅલ ખોરવાયા છે.
ત્રણ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ
- દેવભૂમિ દ્વારકા, પોરબંદર,વલસાડમાં રેડ એલર્ટ
- જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ
- સુરત, નવસારીમાં ઓરેન્જ એલર્ટ
10 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ
- કચ્છ,જામનગરમાં વરસાદનું યલો એલર્ટ
- રાજકોટ,ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ
- વડોદરા, છોટા ઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ
- ભરૂચ,નર્મદા, તાપી,ડાંગમાં યલો એલર્ટ
- સંઘ પ્રદેશ દમણ,દાદરાનગર હવેલી,દીવમાં ઓરેન્જ એલર્ટ