શોધખોળ કરો

Navsari:  સ્કૂલમાં હાર્ટ એટેક આવતા 17 વર્ષની વિદ્યાર્થીનીનું મોત, પરિવારમાં આક્રંદ

એ.બી.સ્કૂલમાં રિસેસ દરમિયાન 12માં ધોરણમાં અભ્યાસ કરતી તનિષા નામની વિદ્યાર્થિનીને છાતીમાં દુખાવો ઉપડતા બેભાન થઈ ગઈ હતી.

નવસારી:  રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી વધુ એકનું મોત થયું છે.  નવસારીમાં હાર્ટ એટેક આવતા 17 વર્ષીય વિદ્યાર્થિનીનું મૃત્યું થયું છે.  એ.બી.સ્કૂલમાં રિસેસ દરમિયાન 12માં ધોરણમાં અભ્યાસ કરતી તનિષા નામની વિદ્યાર્થિનીને છાતીમાં દુખાવો ઉપડતા બેભાન થઈ ગઈ હતી. વિદ્યાર્થીનીને તાત્કાલિક   સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.  સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થયું હતું.  આ ઉપરાંત અન્ય એક વિદ્યાર્થીને ખેંચ આવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

તાત્કાલિક અસરથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી

એ.બી. સ્કૂલમાં  રિસેસ દરમિયાન એક વિદ્યાર્થીની બેભાન હાલતમાં મળી હતી. ધોરણ 12 માં ભણતી આશાસ્પદ વિદ્યાર્થીની તનીષા ગાંધીને અચાનક ખેંચ આવી હતી. જેથી તેને હોસ્પિટલમાં સારવાર માટે તાત્કાલિક અસરથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તબીબોએ તનીષા ગાંધીને મૃત જાહેર કરી હતી. 

રિસેસ દરમિયાન વિદ્યાર્થિની હૃદય રોગનો હુમલો આવ્યો

શાળામાં રિસેસ દરમિયાન વિદ્યાર્થિની તનિષાને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. માત્ર 17 વર્ષીય વિદ્યાર્થિનીનું હૃદય અચાનક બંધ પડી જતાં મોત થયુ હતું. વિદ્યાર્થિનીના મોત મામલે શાળાએ દિલસોજી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે  એ. બી. સ્કૂલની વિદ્યાર્થીની ઉપરાંત ધોરણ 8 માં ભણતા વિદ્યાર્થીને પણ ખેંચ આવવાની ઘટના બની હતી. ખેંચ આવેલા વિદ્યાર્થીને સાજો થઈ જતા રજા આપવામાં આવી હતી.  

હાર્ટ ફેલ્યોર

હાર્ટ ફેલ્યોર એક ક્રોનિક લાંબી બિમારી છે જેમાં હૃદય શરીરની જરૂરિયાતોને પહોંચી વળવા પૂરતું લોહી પંપ કરવામાં અસમર્થ હોય છે. આ રોગ સમય જતાં આગળ વધે છે, અને હાર્ટ એટેક જેવી ઘટના સાથે અચાનક દેખાય છે.  હાર્ટ ફેલ્યોરનું કારણ  હાઇ બ્લડ પ્રેશર, કોરોનરી , આર્ટરી રોગ અને  ડાયાબિટીસ છે. 

કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય અચાનક કામ કરવાનું બંધ કરી દે છે. આ સ્થિતિમાં, હૃદયના ધબકારા અચાનક બંધ થઈ જાય છે, અને શરીરના મહત્વપૂર્ણ અવયવોમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો પરિણામ ઘાતક હોઈ શકે છે. કાર્ડિયાક અરેસ્ટમાં વ્યક્તિ બેભાન થઈ શકે છે અને સામાન્ય રીતે શ્વાસ લેવાનું બંધ કરી દે છે. જો તરત જ સારવાર ન કરવામાં આવે તો ઓક્સિજનની ઉણપ મગજને ડેમેજ કરે છે અને  મિનિટોમાં જ દર્દીનું મૃત્યુ થાય છે.

કાર્ડિયક અરેસ્ટના લક્ષણો

  • અચાનક બેહોશ થવું
  • પલ્સ અથવા શ્વાસ બંધ થવા
  • પ્રતિક્રિયા બંધ થવી
  • ઓક્સિજનની કમીના કારણે ત્વચા ફિક્કી પડી જવી
  • શરીરના અંગો પરથી નિયંત્રણ ગુમાવી દેવું

હાર્ટ ફેલ્યોરના લક્ષણો

  • હાંફ ચઢવી
  • ભૂખ ન લાગવી
  • વોમિટિંગ ફિલિગ થવી  
  • ઝડપી અથવા અનિયમિત ધબકારા
  • સતત ઉધરસ અથવા ગભરામણ થવી
  • કસરત કરવાની ક્ષમતામાં ઘટાડો
  • સોજો અને શરીરમાં પાણી જમા થઇ જવું

Join Our Official Telegram Channel: 
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ
South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ
2024 લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરમાર્કેટમાં મોટા ઘટાડા માટે જવાબદાર કોણ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
2024 લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરમાર્કેટમાં મોટા ઘટાડા માટે જવાબદાર કોણ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
કિંમતી ચીજવસ્તુઓ ગુમાવવા પાછળ કયો ગ્રહ હોય છે જવાબદાર, આમ સતત થવું શુભ કે અશુભ?
કિંમતી ચીજવસ્તુઓ ગુમાવવા પાછળ કયો ગ્રહ હોય છે જવાબદાર, આમ સતત થવું શુભ કે અશુભ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Upleta Fire News: કોટન મીલમાં લાગી જોરદાર આગ| Abp Asmita | 4-12-2024Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરો નિરંકુશHun To Bolish : હું તો બોલીશ : પ્રિ-સ્કૂલોને કેમ પડ્યો વાંધો?Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ
South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ
2024 લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરમાર્કેટમાં મોટા ઘટાડા માટે જવાબદાર કોણ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
2024 લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરમાર્કેટમાં મોટા ઘટાડા માટે જવાબદાર કોણ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
કિંમતી ચીજવસ્તુઓ ગુમાવવા પાછળ કયો ગ્રહ હોય છે જવાબદાર, આમ સતત થવું શુભ કે અશુભ?
કિંમતી ચીજવસ્તુઓ ગુમાવવા પાછળ કયો ગ્રહ હોય છે જવાબદાર, આમ સતત થવું શુભ કે અશુભ?
Pushpa 2 Collection Prediction: 'પુષ્પા 2'એ એડવાન્સ બુકિંગમાં કરી 55 કરોડની કમાણી, જાણો પ્રથમ દિવસે કેટલું થશે કનેક્શન?
Pushpa 2 Collection Prediction: 'પુષ્પા 2'એ એડવાન્સ બુકિંગમાં કરી 55 કરોડની કમાણી, જાણો પ્રથમ દિવસે કેટલું થશે કનેક્શન?
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Hair Care Tips: શિયાળામાં હેર સ્પા કરવું જોઇએ કે નહીં, દૂર કરો આ મૂંઝવણ
Hair Care Tips: શિયાળામાં હેર સ્પા કરવું જોઇએ કે નહીં, દૂર કરો આ મૂંઝવણ
બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો
બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો
Embed widget