શોધખોળ કરો
Advertisement
મોડી રાતે કચ્છમાં ભૂંકપનો આંચકો અનુભવાતા લોકોમાં જોવા મળ્યો ફફડાટ, કેટલી તીવ્રતાનો હતો ભૂંકપનો આંચકો
અડધી રાતે કચ્છમાં 2.1ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. ભચાઉથી 13 કિલોમીટર દૂર એપીસેન્ટર હોવાનું જાણવા મળ્યું છે.
કચ્છઃ છેલ્લા ઘણાં દિવસોથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભૂંકપના આંચકા અનુભવાય છે ત્યારે કચ્છમાં વધુ એક વાર ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. અડધી રાતે કચ્છમાં 2.1ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. ભચાઉથી 13 કિલોમીટર દૂર એપીસેન્ટર હોવાનું જાણવા મળ્યું છે.
મોડી રાતે કચ્છમાં ઘણી જગ્યાએ ભૂંકપના આંચકા અનુભવાતાં લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. કચ્છમાં 2.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.રાતે 2.51 વાગે આ આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. ભચાઉથી 13 કિમીથી દૂર એપીસેન્ટર હોવાનું જાણવા મળ્યું છે.
ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલ પ્રમાણે, બે દિવસ પહેલાં રાતે 1.18 વાગ્યે અમરેલીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા 1ની હતી. જેનું કેન્દ્ર બિંદુ અમરેલીથી 35 કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ હતું. ત્યારબાદ રાતે 3.22 વાગ્યે કચ્છના ધોળાવીરામાં 2.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ ધોળાવીરાથી 18 કિલોમીટર દૂર પૂર્વ દિશા તરફ હતું.
નોંધયની છે કે, છેલ્લા ઘણાં સમયથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભૂંકપના આંચકા અનુભવાય છે. ભૂંકપના આંચકાથી લોકોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન અને અડધી રાતે ભૂંકપના આંચકા અનુભવાતા લોકો ઘરોની બહાર પણ દોડી આવ્યા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement