શોધખોળ કરો
Advertisement
વહેલી સવારે ગુજરાતના કયા સીટીમાં માત્ર બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો? જાણો વિગત
સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં ભિલોડામાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ધનસુરામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. મોડાસા અને મેઘરજમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
અરવલ્લી: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ શ્રાવણ માસના છેલ્લા સોમવારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં ભિલોડામાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ધનસુરામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. મોડાસા અને મેઘરજમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
માલપુર તાલુકામાં સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો જેમાં ઉભરાણ પંથકમાં અડધા કલાકમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદને લઈને માલપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. શામળાજી અને ભિલોડામાં વહેલી સવારે છ વાગ્યાથી જ વરસાદ શરૂ થયો હતો. વરસાદને કારણે શામળાજી દર્શન માટે આવતા લોકોને થોડી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
બીજી તરફ ભિલોડામાં માત્ર બે કલાકમાં જ બે ઈંચ જેટલો વરસાદ ખાબકતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.
સોમવારે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં ભિલોડામાં બે ઈંચ, વિજયનગરમાં દોઢ ઈંચ, ધનસુરામાં એક ઈંચ, મોડાસા, મેઘરજ સહિતના વિસ્તારોમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત મેઘરજ અને મોડાસામાંવહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો જ્યારે અરવલ્લી, મહિસાગરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement