(Source: ECI/ABP News/ABP Majha)
ગાંધીધામના મીઠીરોહર પાસે અકસ્માત, બે મજૂરના મોત
ગાંધીધામના મીઠીરોહર પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. મજૂરોને લઈને જતી રિક્ષાને અજાણ્યા વાહને ઠોકર મારતા બે મજૂરના મોત થયા છે. મજૂરો લઈને જતી રિક્ષાને અજાણ્યા વાહને ઠોકર મારતા રિક્ષા પલટી ગઇ હતી.
ગાંધીધામના મીઠીરોહર પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. મજૂરોને લઈને જતી રિક્ષાને અજાણ્યા વાહને ઠોકર મારતા બે મજૂરના મોત થયા છે. મજૂરો લઈને જતી રિક્ષાને અજાણ્યા વાહને ઠોકર મારતા રિક્ષા પલટી ગઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઇજાઓના કારણે બે લોકોના મોત થયા હતા જ્યારે અન્ય પાંચ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.
ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે દોડી જઈ ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થયો હતો. મીઠીરોહર પાસે સર્જાયેલા અકસ્માતની પ્રાથમિક માહિતી મુજબ મુસાફર ભરેલી છકડો રીક્ષા ગાંધીધામ બાજુથી મીઠીરોહર તરફ આગળ વધી રહી હતી. ત્યારે અજાણ્યા કાર ચાલકે તેને પાછળથી ટક્કર મારી હતી. જેથી રીક્ષામાં સવાર મુસાફરો માર્ગ પર ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 6થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.
ઉનાવા પેપર કાંડ: પોલીસે કરી મોટી કાર્યવાહી, એલસીબી, એસઓજી સહીતની ટીમો તપાસમાં જોડાઈ
ઉંઝાના ઉનાવા સર્વોદય સ્કૂલમાં પેપર કાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમા પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય શિક્ષક સહીત છ લોકોની તપાસ અર્થે અટકાયત કરી છે. જ્યારથી એવી વાત સામે આવી છે કે પેપર ફૂટ્યું છે ત્યારથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ પણ સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. જો કે. પેપર કાંડ મામલો વધુ ઉગ્ર બનતા જિલ્લા પોલીસ વડા સહીતનો કાફલો તપાસમાં જોડાયો છે. આ ઉપરાંત એલસીબી. એસઓજી સહીતની ટીમો પણ તપાસમાં જોડાઈ છે.
આજે વન રક્ષકની પરીક્ષામાં સામે આવેલી ગેરરીતિ મામલે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયમાં પણ પેપર ફૂટતા હતા પરંતુ ખબર પડતી ન હતી. આજે અમારી બીજેપીની પારદર્શક સરકાર છે એટલે ખબર પડે છે, કોંગ્રેસના સમયમાં કેટલા પેપર ફૂટતા અને લોકો કેવી રીતે પાસ થતા હતા તેવું આજે નથી થતું. આ ઉપરાંત તેમણે તાપી લિંક પ્રોજેક્ટ અંગે પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, હું તાપી લિંક પ્રોજેક્ટનો સીધો વિરોધ નથી કરતો પરંતુ આ પ્રોજેક્ટ થોડો નાનો બનાવવાની જરૂર છે. જો મોટો બનશે તો આદિવાસી ખેડૂતોને ખોટ જશે. આ પ્રોજેક્ટની બંને બાજુના 15 કીલોમીટરના ખેડૂતોને પાણી મળવું જોઈએ અને જે ખેડૂતોની જમીન જાય તેને વળતર મળવું જોઇએ.
શું છે સમગ્ર ઘટના?
વિવિધ ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર ફૂટવાની ઘટનાઓ વચ્ચે ફરીથી વધુ એક સરકારી ભરતીની પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. મહેસાણાના ઉનાવા શ્રી નાગરિક મંડળ સેન્ટર ઉપર યોજાયેલી વન રક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. પરીક્ષા શરૂ થાય તે પહેલાં નાગરિક મંડળના લેટર પેડ ઉપર પ્રશ્નપત્રના જવાબ ફરતા થયા હોવાની આશકા છે. મળતી માહિતી મુજબ 10 નંબરના બ્લોકમાંથી પાણી પીવા બહાર આવેલો વિધાર્થી જવાબ વાળા લેટરપેડ સાથે રૂમમાં આવ્યો હતો. પરીક્ષા ખંડમાં જવાબ સાથે ઉમેદવાર આવતાં નિરીક્ષકે પકડી પાડ્યો હતો અને પેપર ફોડવાનો ભાંડો ફૂટ્યો હતો.