શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
છોટાઉદેપુરની પ્રાથમિક શાળામાં દારૂની પાર્ટી કરતા 2 શિક્ષકો સસ્પેન્ડ
સંખેડા તાલુકાના ગુંડેર પ્રાથમિક શાળામાં બે શિક્ષકો દારુની પાર્ટી કરતા હોય તેવો વીડિયો સામે આવ્યા બાદ બન્નેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
![છોટાઉદેપુરની પ્રાથમિક શાળામાં દારૂની પાર્ટી કરતા 2 શિક્ષકો સસ્પેન્ડ 2 teachers suspended after caught liquor party in primary school of Chhotaudepur છોટાઉદેપુરની પ્રાથમિક શાળામાં દારૂની પાર્ટી કરતા 2 શિક્ષકો સસ્પેન્ડ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/17035740/chotaudepur-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના સામે આવી છે. જિલ્લાના સંખેડા તાલુકાના ગુંડેર પ્રાથમિક શાળામાં બે શિક્ષકો દારુની પાર્ટી કરતા હોય તેવો વીડિયો સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગે કાર્યવાહી કરતા બન્નેને સસ્પેન્ડ કરી દીધાં છે.
ગુંડેર પ્રાથમિક શાળાના શિક્ષક અજિત પટેલ અને વીનેશ માછી રાત્રી દરમિયાન દારૂ સાથે ખાણીપીણી પાર્ટી કરતાં હોવાનું ગ્રામજનોને જાણ થતાં ગ્રામજનોએ શાળામાં જઈ વીડિયો ઉતારતા ચોકનાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. શાળા કે જ્યાં બાળકોમાં શિક્ષણ સાથે સારા સંસ્કારનું ઘડતર કરવામાં આવે છે ત્યાં વિદેશી દારુની બોટલો અને નશામાં ધૂત આરામ ફરમાવતા શિક્ષકો નજરે ચડ્યા હતા.
સમગ્ર બાબતની જાણ જિલ્લા વિકાસ અધિકારીને થતાં તાત્કાલિક તપાસ આદરી પ્રાથમિક શિક્ષણ વિભાગે બંને શિક્ષકોને સસ્પેન્ડ કર્યા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)