નવસારીના દેવધા ડેમના ખોલાયા 20 દરવાજા, 19થી વધુ ગામને કરાયા એલર્ટ
નવસારીના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેથી અંબિકા નદીના કિનારે આવેલા 19થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
નવસારીના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેથી અંબિકા નદીના કિનારે આવેલા 19થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલાતા અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે. વરસાદની પેટર્ન જોયા બાદ આગામી સમયમાં અન્ય 20 દરવાજા ખોલવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
આગાહી વચ્ચે સુરતમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થયો હતો. સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. પીપલોદ, ઉમરા, અઠવાગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદની શરૂઆત થતા લોકોને ગરમમાંથી રાહત મળી છે. તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની શરૂઆત થઇ હતી. વેરાવળ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદના આગમનથી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
વરસાદની કરાઇ આગાહી
હવે ગુજરાતવાસીઓ માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આગામી સાત દિવસમાં ભરપૂર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, જામનગરથી લઇને જુનાગઢ અને નવસારી, સુરત, વલસાડ સુધી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.
રાજ્યમાં કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં ચોમાસાના વરસાદની શરૂઆત આગામી દિવસોમાં થઇ શકે છે. માહિતી પ્રમાણે, રાજ્યમાં આગામી સાત દિવસમાં વરસાદી માહોલ રહેવાનો છે. આજથી વરસાદની શરૂઆત થશે, જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટમાં આજે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત આજે જામનગર, પોરબંદર, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. આજે અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ અને હવામાન આગાહીકારોના મતે આજે પણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. લેટેસ્ટ વેધર અપડેટ પ્રમાણે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જામેલો રહેશે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત, ડાંગ, તાપી, નવસારી, પંચમહાલ, દાહોદ અને અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી છે. આજે ભાવનગર, ગીર સોમનાથ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.