શોધખોળ કરો

Surendranagar: પોલીસ ભરતી માટે દોડની પ્રેક્ટિસ કરી રહેલા યુવકનું હાર્ટ એટેકથી મોત

સુરેન્દ્રનગર: રાજ્યમાં હાર્ટએટેકના બનાવો સતત વધી રહ્યા છે. જેના કારણે રોજ કોઈના કોઈ શહેરમાં મોતને ભેટી રહ્યા છે. હવે સુરેન્દ્રનગર વિસ્તારમાંથી0 વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હોવાની માહિતી સામે આવી છે.

સુરેન્દ્રનગર: રાજ્યમાં હાર્ટએટેકના બનાવો સતત વધી રહ્યા છે. જેના કારણે રોજ કોઈના કોઈ શહેરમાં મોતને ભેટી રહ્યા છે. હવે સુરેન્દ્રનગર વિસ્તારમાંથી0 વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હોવાની માહિતી સામે આવી છે. સાયલાના સુદામડામાં ૨૫ વર્ષીય  કલ્પેશ ચાવડા નામના યુવકનુ મોત નિપજ્યું છે.

પોલીસ ભરતી માટે દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો તે દરમિયાન દોડતા દોડતા જ અચાનક યુવક રસ્તા પર ઢળી પડતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. સાયલા સરકારી હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે હાર્ટએટેકના કારણે યુવકનુ મોત નિપજ્યું હોવાનુ જાહેર કરતા પરિવારજનોમાં શોકનો માહોલ. જોકે, આ પહેલીવાર નથી જ્યારે રાજ્યનાં 20થી 25 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોય. કોરોનાકાળ બાદ રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જેના કારણે અનેક યુવાનોએ મોતાની જિંદગી ગુમાવી છે.

રાજકોટમાં 1 થી 4 ઓક્ટોબર સુધીમાં 63 લોકોને હાર્ટ એટેક આવતા ચિંતા પેઢી

રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં સતત અને ઝડપી વધારો નોંધાઇ રહ્યો છે, રાજકોટમાંથી સામે આવેલી વિગતો અનુસાર, અહીં છેલ્લા અઠવાડિયામાં હ્રદય રોગના હુમલાના બનાવો 63ને પાર થઇ ગયા છે. આ આંકડો માત્ર ઓક્ટોબર મહિનાના પહેલા ચાર દિવસનો જ છે. ચાલુ વર્ષે આ કેસો 4500ને પાર થઇ જાય તો નવાઇ નહીં રહે. 

રાજકોટમાં હ્રદય રોગના હુમલાના કોસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તાજા રિપોર્ટ પ્રમાણે, રાજકોટમાં ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં એટલે કે 1 થી 4 ઓકટોબર સુધીમાં હાર્ટ એટેકના 63 બનાવો સામે આવ્યા છે, જે ચિંતાનો વિષય બન્યો છે. ચાલુ વર્ષમાં સૌથી વધુ હાર્ટ એટેકના કેસો સપ્ટેમ્બર માસમાં 451 જેટલા નોંધાયા હતા, અને સૌથી ઓછા કેસો જૂન માસમાં 324 હાર્ટ એટેક કેસો નોંધાયા હતા. હાર્ટ એટેકના કેસોની વાર્ષિક વાત કરીએ તો વર્ષ 2021માં 2087 કેસો, 2022માં 3458 કેસો નોંધાયા હતા, જ્યારે ચાલુ વર્ષે 4 ઓકટોબર સુધીમાં 3512 નોંધાયા નોંધાઇ ચૂક્યા છે. ચાલુ વર્ષે આ આંકડો 4500ને પાર પહોંચે તેવી પુરેપુરી શક્યતા છે.

હાર્ટ અટેકના વધતા જતાં કેસને લઇને રાજકોટમાં નવરાત્રી દરમિયાન કરાશે આ ખાસ વ્યવસ્થા

કોરોના બાદ સતત  હાર્ટ એટેકના કેસ વધી રહ્યાં છે, ખાસ કરીને નવરાત્રિમાં ગરબા દરમિયાન હાર્ટ અટેકના કેસ વધાવાની શક્યતાને લઇને  રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે ખાસ હાર્ટ અટેક માટે વોર્ડ ઉભો કરાયો છે. નવરાત્રીના નવ દિવસ સિવિલ હોસ્પિટલમાં હાર્ટ એટેક માટે ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. રાજકોટમાં હાર્ટ એટેક ના કિસ્સાઓ વધી રહ્યા છે જેમને લઇ સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટે આ ખાસ  નિર્ણય લીધો છે. નવરાત્રિમાં ગરબા દરમિયાન આ વોર્ડમાં રાત્રે  ડોક્ટર્સની ટીમ હાજર રહેશે. દવા ,ઇજેકશન સહિતની તમામ સારવાર મળી રહે તેવી વોર્ડમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હાર્ટ અટેકના વધતા જતાં કેસને લઇને રાજકોટમાં નવરાત્રી દરમિયાન ખાસ આ સેવા આપવામાં આવશે.

છેલ્લા કેટલાક દિવસથી યુવાવસ્થામાં હાર્ટ અટેકના કિસ્સા વધી રહ્યાં છે. ખાસ કરીને જિમનાં ટ્રેડમિલ પર દોડતાં કે ક્રિકેટ રમતા કે પછી ગરબા કે ડાન્સ દરમિયાન હાર્ટ અટેક આવતા મોત થયાના કિસ્સા વધ્યા છે. આ સ્થિતિને જોતા રાજકોટ સિવિલ હોસ્પિટલે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાત્રિ દરમિયાન હાર્ટ અટેકની સારવાર મળે રહે માટે ખાસ રાત્રિનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.  જ્યાં આખી રાત વોર્ડમાં ડોક્ટરની ટીમ રહેશે. ઉલ્લેખનિય છે કે, ગણેશ વિસર્જન સમયે પણ ગરબા રમતા રમતા હાર્ટ  અટેક આવી જતાં યુવકનું મોત થયું હતું.  રાજકોટમાં જે ક્રિકેટ રમતા રમતા હાર્ટ અટેક આવતા  મોત થયાને  કિસ્સા બની ચૂક્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગરબામાં પણ હાર્ટ અટેકની શક્યતાને અને ચિંતાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલે આ સેવા શરૂ કરી છે. જેથી સત્વરે મેડિકલ ટ્રીટમેન્ટ મળી રહે અને દર્દીનો જીવ બચાવી શકાય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
Embed widget