શોધખોળ કરો
Advertisement
કિસાન સહાય સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના ક્યાં ત્રણ જિલ્લાના ખેડૂતોને દિવસે મળશે વીજળી, જાણો
રાજયના ખેડૂતોને દિવસે જ વીજળી મળે તે માટે રાજય સરકાર કિસાન સૂર્યોદય યોજના જાહેર કરી છે.
ગાંધીનગર: રાજયના ખેડૂતોને દિવસે જ વીજળી મળે તે માટે રાજય સરકાર કિસાન સૂર્યોદય યોજના જાહેર કરી છે. પ્રારંભીક તબક્કે જૂનાગઢ, ગીર સોમનાથ અને દાહોદ જિલ્લાના 1055 ગામનો સમાવેશ કરી વિજળી અપાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 24મીએ લોકાર્પણ કરવામાં આવશે.
જૂનાગઢ જિલ્લાના 220 ગામ, ગીર સોમનાથ જિલ્લાના 143 ગામ અને દાહોદ જિલ્લાના 692 ગામમાં આ યોજનાનો પ્રારંભ કરવામાં આવશે. આગામી અઢી વર્ષમાં તમામ ખેડૂતોને દિવસે જ વીજળી આપવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે. ખેતી માટેના વીજ કનેકશન ધરાવતા 17 લાખ 25 હજાર ખેડૂતોને લાભ થશે.
3.5 કરોડનાં ખર્ચે આ સુવિધાઓ પુરી પાડવામાં આવશે. હાલ 6000 થી 6500 મેગા વીજળી મળે છે, હવે 11000 મેગા વીજળી મળશે. આવતા 2 વર્ષમાં તમામને લાભ મળશે. સવારે 5 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement