શોધખોળ કરો
Advertisement
મોડીરાત્રે ગુજરાતના આ શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તુટી પડ્યો, માત્ર બે કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો
જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસો બાદ મોડીરાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ રાત્રે પવનના સુસવાટા સાથે વરસેલા વરસાદના કારણે દાહોદના રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા
દાહોદ: હાલ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળી રહ્યાં છે ત્યારે દાહોદમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જોત જોતામાં વરસાદના કારણે રસ્તાઓ પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. ભારે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસો બાદ મોડીરાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ રાત્રે પવનના સુસવાટા સાથે વરસેલા વરસાદના કારણે દાહોદના રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. મોડી રાતે દાહોદમાં માત્ર બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ભાર વરસાદને કારણે ગટરો ઉભરાઈ જતાં પાણી રસ્તાઓ પર ફરી વળ્યાં હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. દાહોદના બસ સ્ટેન્ડ વિસ્તાર, વિવેકાનંદ ચોક, આંબેટકર ચોક, બહારપુરા માંડવ રોડ, ગોવિંદ નગર સહીત અનેક વિસ્તારના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા હતા.
ત્યારે દાહોદ જિલ્લા વિકાસ અધિકારીના નિવાસ સ્થાનની બહાર ગુટણ સમા પાણી ભરાયા હતા. આ સાથે અનેક દુકાનો અને સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતાં. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો તેમજ સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
દાહોદ શહેર સહીત રાબડાલ, ગલાલિયાવાડ, છાપરી, રળીયાતી, સહીત અન્ય આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. જ્યારે વરસાદના કારણે વીજકરંટ લગાવતાથી વાછરડા સહીત ગાયનું મોત નીપજ્યું હતું. ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી હતી. ત્યારે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
રાજકોટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion