Gujarat Rain Update: સૌરાષ્ટ્રના આ 3 બંદરો પર લાગ્યા 3 નંબરના સિગ્નલ,કાંઠા વિસ્તારનાં લોકોને કરવામાં આવ્યા એલર્ટ
Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર સજ્જ થયું છે. એનડીઆરફ અને એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે દરિયામાં કરંન્ટ જોવા મળી રહ્યો છે.
Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર સજ્જ થયું છે. એનડીઆરફ અને એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં હજી પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે દરિયામાં કરંન્ટ જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્રના ત્રણ બંદરો પર લાગ્યું 3 નંબરનું સિગ્નલ
અમરેલી-જાફરાબાદ બંદર પર 3 નંબર સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જાફરાબાદ શહેરના દરિયા કાંઠે લાઈટ હાઉસ વિસ્તારમાં તંત્ર દ્વારા સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જેને લઈને જાફરાબાદ પીપાવાવ દરિયાઈ કોસ્ટલ વિસ્તારમાં સાવચેત રહેવા સૂચના પણ આપવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વરસાદ અને પવનની ગતિ વધી શકે છે.
ઓખા બંદર ખાતે પણ 3 નંબરનું સિગ્નલ
તો બીજી તરફ દ્વારકાના ઓખા બંદર ખાતે પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન ખાતાની આગાહી અને સલામતી અર્થે ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારો અને કાઠા વિસ્તારનાં લોકોને દરિયાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.
રાવળ બંદર પર ત્રણ બદરનું સિગ્નલ લગાવાયું
વરસાદની આગાહીને પગલે વેરાવળ બંદર પર ત્રણ બદરનું સિગ્નલ લગાવાયું છે. દરિયો તોફાની બનતા માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકવાની સંભાવના છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 219 તાલુકામાં વરસ્યો વરસાદ
ગુજરાતમાં મેઘમહેર યથાવત છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે સ્થિતિ વણસી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના તમામ જિલ્લાના 219 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ કપરાડામાં સવા 10 ઈંચ ખાબક્યો હતો. તે સિવાય ચીખલીમાં 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય ગીર સોમનાથના સૂત્રાપાડામાં પોણા દસ ઇંચ, વલસાડના ધરમપુરમાં સાડા આઠ ઇંચ, નવસારી તાલુકામાં સવા આઠ ઇંચ, નવસારીના જલાલપોરમાં સાડા સાત ઇંચ, વાંસદામાં સાડા છ ઇંચ, ખેરગામમાં સાડા છ ઇંચ વરસાદ વરસ્યો હતો.
ઉપરાંત તાપીના ડોલવણમાં સવા છ ઇંચ, વલસાડના વાપીમાં સવા છ ઇંચ, પારડીમાં સાડા પાંચ ઇંચ, ડાંગના વઘઇમાં સવા પાંચ ઇંચ, જૂનાગઢના માણાવદરમાં સવા પાંચ ઇંચ, ગીર સોમનાથના તાલાલામાં પાંચ ઇંચ, પોરબંદરના કુતિયાણામાં પાંચ ઇંચ, તાપીના વ્યારામાં પોણા પાંચ ઇંચ, પોરબંદરના રાણાવાવમાં સવા ચાર ઇંચ, સુરતના ચોર્યાસીમાં સવા ચાર ઇંચ, ગીર સોમનાથના વેરાવળમાં સવા ચાર ઇંચ, સુરતના બારડોલીમાં સવા ચાર ઇંચ, જૂનાગઢના માળિયામાં પોણા ચાર ઇંચ, તાપીના વાલોડ અને વલસાડ તાલુકામાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. વલસાડના ઉમરગામમાં સાડા ત્રણ ઇંચ, અમરેલીના ખાંભામાં ત્રણ ઇંચ, સાબરકાંઠાના વિજયનગરમાં ત્રણ ઇંચ, સુરતના મહુવા, જૂનાગઢના વંથલી, રાજકોટના જેતપુરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો.