શોધખોળ કરો

કોરોનાના વધતા સંક્રમણને  લઈ  અમદાવાદમાંથી આવ્યા ચિંતાજનક સમાચાર જાણો

દેશમાં ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે કોરોના વાયરસના નવા 87 કેસ નોંધાયા છે.

દેશમાં ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે કોરોના વાયરસના નવા 87 કેસ નોંધાયા છે.   અમદાવાદ કોર્પોરેશનમાં 33 કેસ નોંધાતા સામાન્ય લોકોમાં ચિંતાનો માહોલ છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે અચાનક કેસમાં ઉછાળો આવ્યો છે. ત્યારે આજે અમદાવાદ કોર્પોરેશનમાં 33 કેસ નોંધાતા ચિંતા વધી છે. 10 દર્દીઓ સ્વસ્થ થયા છે. 

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 87  કેસ

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 87  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 73  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,010  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે બે મોત થયા છે. આજે 2,16,650 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 33, સુરત  કોર્પોરેશન 12, વડોદરા  કોર્પોરેશનમાં 11, રાજકોટ કોર્પોરેશનમાં 6, ખેડા 5, વલસાડ 5, નવસારી 4, આણંદ 3,  ગાંધીનગર કોર્પોરેશનમાં 2, કચ્છ 2, ભરુચ 1, જામનગર કોર્પોરેશન 1,  મહેસાણામાં 1, રાજકોટ 1  નવો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 589  કેસ છે. જે પૈકી 08 વેન્ટીલેટર પર છે, જ્યારે 581 નાગરિકો સ્ટેબલ છે. 8,17,010  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10104 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે રાજકોટ કોર્પોરેશનમાં 1 અને વલસાડમાં 1 મોત થયું છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 6 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 512 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 6271 લોકોને પ્રથમ અને 50455 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 20991 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 138415 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,16,650 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,75,01,402 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા,  ભાવનગર,  ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર,   જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન,  મહીસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર,  સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

Embed widget