ગઢડાના નીગાળા રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે આવી જતા ચારના મોતથી ખળભળાટ
ગઢડા તાલુકાના નીગાળા રેલવે સ્ટેશન પર 4 લોકોના મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ આશરે 22 થી 25 વર્ષની બે મહિલા તેમજ 2 પુરુષોના મોત થયા છે.

બોટાદ: ગઢડા તાલુકાના નીગાળા રેલવે સ્ટેશન પર 4 લોકોના મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ આશરે 22 થી 25 વર્ષની બે મહિલા તેમજ 2 પુરુષોના મોત થયા છે. અમદાવાદથી ભાવનગર 09216 ટ્રેન માં આત્મ હત્યા કરી મોત વ્હાલું કર્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિ એ આવ્યું સામે...
બોટાદ રેલવેના અધિકારી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે. હાલમાં મૃતક કોણ છે અને ક્યાંના છે તેમજ ક્યાં કારણો સર મૃત્યુ થયું તેને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. આ બાબતે રેલવે અધિકારીઓને જાણ કરતા રેલવે પોલીસનાં અધિકારીઓ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી આવ્યા હતા. અને મૃતકોની માહિતી મેળવવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે ગુનો નોંધી 4 વ્યક્તિઓની લાશને પીએમ અર્થે મોકલી આપી છે. પોલીસે ઓળખવિધિ કરવા તજવીજ હાથ ધરી છે.
નિગાળા ગામે ટ્રેન સામે આવી બે મહિલા અને બે પુરૂષે મોતને વ્હાલુ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ અકસ્માતની ઘટનાની વાત સમગ્ર ગામમાં વાયુ વેગે ફેલાતા ગ્રામજનો મોટી સંખ્યામાં અકસ્માત સ્થળે આવી પહોંચતા લોકોનાં ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ આશરે 22 થી 25 વર્ષની બે મહિલા તેમજ 2 પુરૂષોએ ટ્રેન નીચે પડતું મુકી આત્મહત્યા કરી મોત વ્હાલુ કર્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. ત્યારે આ ઘટનાં બનતા બોટાદ રેલવેનાં અધિકરી સહિત પોલીસનો કાફલો ઘટનાં સ્થળે પહોંચ્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
