Patan: ટ્રેલર અને કાર વચ્ચે ગંભીર અકસ્માતમાં 4 લોકોના મોત, બનાસકાંઠાના પરિવારનો માળો વિંખાયો
પાટણ: રાધનપુર ભાભર હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગોજારા અકસ્માતમાં 4ના મોત થયા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ટ્રેલર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠાના ગોશણ ગામ નજીક આ ઘટના બની છે.
પાટણ: રાધનપુર ભાભર હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગોજારા અકસ્માતમાં 4ના મોત થયા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ટ્રેલર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠાના ગોશણ ગામ નજીક આ ઘટના બની છે.
બનાસકાંઠાના માળી પરિવારને અકસ્માત નડ્યો
બનાસકાંઠાના માળી પરિવારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં 4ના મોત 3ને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતની ઘટનામાં ઘટના સ્થળે જ 2ના મોત થયા હતા જ્યારે બે વ્યક્તિના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આ ઉપરાંત ઈજાગ્રસ્ત એક પુરુષ અને 2 મહિલા સારવાર હેઠળ હોસ્પિટલે ખસેડાયા છે. અકસ્માતની ઘટનાને પગલે અફરાતફરી મચી જવા પામી હતી. આ ઉપરાંત હોસ્પિટલ ખાતે પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. હાલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે.
આ ઉપરાંત થોડા દિવસ પહેલા સમી નજીક એક ગોજારા અકસ્માતની ઘટના સામે આવી હતી. આ અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યા ભર્યા મોત થયા હતા. ઈક્કો વાન અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પતિ પત્ની અને સામે ઈકોમાં સવાર બાળકીનું મોત નિપજ્યું હતું. CM બંદોબસ્તમાંથી પરત ફરતા મહિલા કોન્સ્ટેબલને અકસ્માત નડ્યો હતો.
ત્રણેય મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલે ખસેડ્યા
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સમી પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ દેસાઈ રેખાબેન અને તેમના પતિ વિષ્ણુભાઈનું મોત નિપજ્યું છે. તો ઈક્કોમાં સવાર બાળકીનું પણ મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા સમી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેય મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલે ખસેડ્યા હતા. ત્રણ લોકોના મોતની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.
માતા –પિતા અને પુત્ર ત્રણેય કરૂણ મોત
આ પહેલા ખેરાલુના દાસત પાસે બાઇક અને મીની ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પિતા-પુત્રના કમકમાટીભર્યા મોત થયા હતા એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી અરેરાટી છવાઇ ગઇ હતી. બાઇક પર મંદિરથી પરત ફરતા હતા ત્યારે મીની ટ્રકે ટક્કર મારતા માતા –પિતા અને પુત્ર ત્રણેય કરૂણ મોત થયા છે. ત્રણેયની એક સાથે મોતથી પરિવારનો માળો વિખાય ગયો. ગામમાં પણ શોકનો માહોલ છવાઇ ગયો છે.