શોધખોળ કરો

Gujarat Rain:  રાજ્યમાં 47 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઇ એલર્ટ જાહેર, 60 ટકા ભરાયો સરદાર સરોવર ડેમ

Gujarat Rain: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૬૦ ટકાથી વધુ જળ સંગ્રહ થયો હતો

Gujarat Rain: ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૬૦ ટકાથી વધુ જળ સંગ્રહ થયો હતો. સરદાર સરોવર યોજનામાં હાલમાં ૨,૦૪,૯૦૧ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહના ૬૧.૩૩ ટકા જળસંગ્રહ થયો છે.  જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૨૫,૯૭૨ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૮.૧૯ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેવું, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૪૭ જળાશયો સંપૂર્ણ ભરાયા હતા જ્યારે ૧૦ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના ૩૮ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત ૨૧ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૪૨ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.

આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ  સરદાર સરોવરમાં ૯૨,૮૬૭  ક્યુસેક જ્યારે ઉકાઈ યોજનામાં ૮૩,૯૮૫ ક્યુસેક,  દમણગંગામાં ૫૩,૪૫૬ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૦.૩૨ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧ માં ૫૨.૬૮ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૨.૧૫ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં  ૪૫.૨૬ ટકા તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૮.૩૯ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

વલસાડ અને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ બંને જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યા છે. ભારે વરસાદના પગલે રાજ્યના અનેક રસ્તાઓ બંધ કરાયા છે.  6 સ્ટેટ હાઇવે અને પંચાયત હસ્તકના 318 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે.  

રાજ્યના 9 અન્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.  વલસાડ જિલ્લામાં આવેલા 98 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાંઆવ્યા છે. જ્યારે  નવસારી જિલ્લામાં 101 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે.                              

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડSurat Stone Pelting Incident | સુરતના સૈયદપુરામાં ગેરકાયદે મિલકતો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર!Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   
GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
Embed widget