શોધખોળ કરો

Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડાને લઇને દ્વારકાથી જતી આ 50 ટકા બસ થઇ કેન્સલ

વાવાઝોડાની સીધી અસર જામનગર અને દ્વારકા એસટી બસના સંચાલન પર પણ જોવા મળી છે. જામનગર અને દ્વારકા વિભાગનું 50% સંચાલન રદ કરવામાં આવ્યું છે.

Biparjoy Cyclone:વાવાઝોડાની સીધી અસર જામનગર અને દ્વારકા એસટી બસના સંચાલન પર  પણ જોવા મળી છે. જામનગર અને દ્વારકા વિભાગનું 50% સંચાલન રદ કરવામાં આવ્યું છે.

બિપરજોય વાવાઝડું ગુજરાતના દરિયા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે કચ્છના દરિયામાં વાવાઝોડું ત્રાટકશે. વાવાઝોડાની અસર દ્રારકા અને જામનગર જિલ્લામાં પર વધુ જોવા મળી રહી છે. જેના પગલે તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. અગમચેતીના ભાગરૂપે દ્રારકા ડેપોથી સંચાલિત જામનગર તરફની 50 ટકા બસ કેન્સલ કરવામાં આવી છે. દ્વારકા ડેપોનું 20 % સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેના પહલે  સામાન્ય દિવસમાં વ્યસ્ત જોવા મળતું દ્વારકાનું બસ સ્ટેન્ડ ખાલી જોવા મળી રહ્યું છે.

વાવાઝોડાની અસરઃ GSRTC ની 600 બસની 2300 જેટલી ટ્રીપ રદ, કોસ્ટલ વિસ્તારમાં એસટીના તમામ ઓપરેશન બંધ

iparjoy Cyclone: બિપોરજોય વાવાઝોડાને લઈને એસ.ટી. નિગમ ધ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. રાજ્યમાં કોસ્ટલ વિસ્તારમાં અને તેની પાસે આવેલા સ્થળોની 10000 થી વધુ ટ્રીપ માંથી 2300 જેટલી ટ્રીપ રદ કરવામાં આવી છે. 600 એસ ટી બસની 2300 ઉપરની ટ્રીપ રદ કરવામાં આવી છે. તો પોરબંદર, વેરાવળ અને માંગરોળનું સંપૂર્ણ સંચાલન બંધ કર્યું છે. તેમજ વહીવટી તંત્રના સ્થળાંતરની પ્રક્રિયામાં મદદરૂપ બનવા 31 બસ  ફાળવવામાં આવી છે. 31 બસમાં માંથી ભુજમાં 25 જૂનાગઢમાં 4 અને અમરેલીમાં બે બસો ફાળવાઇ છે.

કોસ્ટલ વિસ્તારના મુખ્ય સ્થળો જેવા કે દ્વારકા, પોરબંદર, માંગરોળ, સોમનાથ, નારાયણ સરોવર, જખૌ, નલિયા, તરફની અન્ય વિભાગોમાંથી જતી એક્સપ્રેસ બસો નજીકના ડેપો સુધી સંચાલિત કરવામાં આવી રહી છે.

જીપીએસના માધ્યમથી પોસ્ટલ વિસ્તારને જીઓ ફેન્સી વાહનોના અવર જવર પર ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે.

15 જૂને વાવાઝોડું ટકરાવાનું હોવાથી અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને જોતા આજે સાંજથી કોસ્ટલ વિસ્તારમાં એસટી વિભાગનું તમામ ઓપરેશન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • જામનગરની કુલ 1053 ટ્રીપ માંથી 410 ટ્રીપ રદ
  • ભુજની 1336 ટ્રીપ માંથી 200 ટ્રીપ રદ
  • જૂનાગઢની 2640 ટ્રીપ માંથી 884 ટ્રીપ રદ
  • ભાવનગરની 1663 ટ્રીપ માંથી 401 ટ્રીપ રદ
  • રાજકોટ ની 2323 ટ્રીપ માંથી 223 ટ્રીપ રદ
  • જ્યારે અમરેલીની 1882 ટ્રીપ માંથી 2ક7 ટ્રીપ રદ
  • કુલ 10897 ટ્રીપ માંથી 2335 ટ્રીપ રદ કરવામાં આવી

નીચે મજબના પગલાં લેવામાં આવેલ છે.

  • દરેક કોસ્ટલ વિસ્તારના ડેપો, વિભાગમાં વિભાગીય કચેરી ખાતે તેમજ મધ્યસ્થ મંત્રાલય, અમદાવાદ ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરેલ છે, ડીઝાસ્ટરના સંપર્કમાં રહી સતત કાર્યવાહી કરી રહેલ છે.
  • નિગમની માલમિલકતને નકશાન ન થાય, કોઈ પ્રવાસીઓ મુશ્કેલીમાં ન મુકાય તે હેતુથી ડેપો ખાતેના તમામ હોર્ડીંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. ડીઝલનો જથ્થો કોપ્ટલ વિસ્તારના ડેપોમાં પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવેલ છે.
  • કોષ્ટલ વિસ્તારના ગામડાઓનું પરિવહન ઓપરેશન આજ સાંજ સુધીમાં સતર્કતાના ભાગરૂપે કંટ્રોલ કરી બંધ કરવામાં આવશે.
  • કોસ્ટલ વિસ્તારના મુખ્ય સ્થળો જેવાકે ધ્વારકા, પોરબંદર, માંગરોળ, સોમનાથ, નારાયણ સરોવર, જખૌ, નલીયા તરફની અન્ય વિભાગોમાંથી જતી એક્ષપ્રેસ બસો નજીકના ડેપો સુધી સંચાલીત કરવામાં આવે છે. વધુ વરસાદને પગલે હાલ પૂરતું પોરબંદર, વેરાવળ, માંગરોળ ડેપો નું સંચાલન સ્થગિત કરેલ છે.
  • નિગમની મધ્યસ્થ કચેરીના કેટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરમાં જી.પી.એસ.ના માધ્યમથી કોસ્ટલ વિસ્તારને જીયો ફેન્સથી તેમાં પ્રવેશ કરતા વાહનોનું સીધુ ટ્રેકીંગ કરી, સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
  • તમામ ડેપો મેનેજર, અધિકારીઓ, કર્મચારીઓ સતર્કતાથી સક્રિય ફરજમાં હેડકવાર્ટરમાં જોડાયેલા છે.
  • મીકેનીક ટીમ માલસામાન સાથે કોસ્ટલના દરેક ડેપો ઉપર સ્ટેન્ડબાય રાખેલ છે.
  •  મધ્યસ્થ કચેરીના એચ.ઓ.ડી. કક્ષાના સીનીયર અધિકારીઓને કોસ્ટલ વિસ્તારોમાં ડેપ્યુટ કરાયા છે.
  • લોકોને સ્થળાંતર કરવા જીલ્લા વહીવટી તંત્ર તરફથી બસો માંગવામાં આવે તો તે તુર્તજ આપી દેવા તમામ વિભાગ ડેપોને નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલકને સુચનાઓ આપી છે

ટોપ સ્ટોરી

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Embed widget