શોધખોળ કરો

Ahmedabad: ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 500 દુધઘર બન્યા, ખેડૂતોએ કહ્યું, આટલી કમાણી બીજા એકેય ધંધામાં નથી

અમદાવાદ: શ્વેતક્રાંતિ માટે વિશ્વ વિખ્યાત ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 5 વર્ષમાં રૂ.21.62 કરોડના ખર્ચે 500 દુધઘર બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષ દરમિયાન ગામડાની ડેરીઓમાં ખાણ, ખાતર અને અન્ય વસ્તુઓના સંગ્રહ માટે 328થી વધુ ગોડાઉનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. 

અમદાવાદ: શ્વેતક્રાંતિ માટે વિશ્વ વિખ્યાત ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 5 વર્ષમાં રૂ.21.62 કરોડના ખર્ચે 500 દુધઘર બનાવવામાં આવ્યા છે. પશુપાલન નિયામકની કચેરીમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષ દરમિયાન ગામડાની ડેરીઓમાં ખાણ, ખાતર અને અન્ય વસ્તુઓના સંગ્રહ માટે રૂ. 14.25 કરોડના ખર્ચે 328થી વધુ ગોડાઉનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્પાદિત થતા દુધના સંગ્રહ અને જાળવણી માટે એટલે કે ડેરી વિકાસ માટે કુલિંગ યુનિટ, ઓટોમેટિક મિલ્ક કલેકશન સિસ્ટમ, મિલ્ક એડલ્ટરેશન ડિટેકશન મશીન, દુધઘર, ગોડાઉન અને કેટલફિડ ફેક્ટરીના વિકાસ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.  ગ્રામ્ય વિસ્તારોની ડેરીમાંથી ભરાતા દુધની જાળવણી અને સંગ્રહ માટે વર્ષ 2018માં 98 અને 2019માં 95 બલ્ક મિલ્ક કુલર લગાવવામાં આવ્યા હતા. આ માટે અંદાજે રૂ. 17 કરોડથી વધુની આર્થિક સહાય કરવામાં આવી હતી. 

Ahmedabad: ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 500 દુધઘર બન્યા, ખેડૂતોએ કહ્યું, આટલી કમાણી બીજા એકેય ધંધામાં નથી

છેલ્લા 5 વર્ષમાં આ ક્ષેત્રમાં થયેલી નોંધપાત્ર કામગીરીની વાત કરીએ તો, ગુજરાતના ગામડાઓમાં પશુપાલકો દ્વારા ભરવામાં આવતા દુધની ગુણવત્તાની જાળવણી માટે અને પારદર્શકતા જાળવવા માટે વર્ષ 2018માં 344 અને વર્ષ 2019માં 324 ઓટોમેટિક મિલ્ક કલેકશન સિસ્ટમ કાર્યરત કરી. મતલબ કે, 667 જેટલા ઓટોમેટિક મિલ્ક કલેકશન સિસ્ટમ સ્થાપી.  આ ઉપરાંત રાજ્યમાં 4 કુલિંગ યુનિટની સ્થાપના માટે પણ રાજ્ય સરકાર તરફથી 13.75 કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી.  

દુધ ઉત્પાદનની વૃદ્ધિ માટે પશુ-દાણની પણ અગત્યની ભૂમિકા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના પશુ પાલન વિભાગ દ્વારા વર્ષ 2019-20માં કેટલ ફિડ ફેક્ટરી માટે રૂ. 5 કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી.આમ, છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં દુધ ઉત્પાદક સહકારી સંઘોમાં માળખાકીય સુવિધા વિકસાવવામાં અનેકવિધ પગલાં ભરવામાં આવ્યા. આ સુવિધાઓના પગલે જ રાજ્યમાં દુધ ઉત્પાદન તેમ જ દુધસંગ્રહ શક્તિમાં નોંધપાત્ર વૃદ્ધિ શક્ય બની છે. 

Ahmedabad: ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 500 દુધઘર બન્યા, ખેડૂતોએ કહ્યું, આટલી કમાણી બીજા એકેય ધંધામાં નથી

ઉત્તર ગુજરાતના થરાદ તાલુકાના બુઢણપુરના પશુપાલક અણદાભાઈ ચૌધરી આ વર્ષે બનાસ ડેરીએ આપેલા 20.27 ટકાનો ઐતિહાસિક ભાવવધારાથી ખુશ થઈને કહે છે કે કોઈ પણ ધંધામાં આવો નફો નથી. તેઓ આ માટે બનાસ ડેરીનો આભાર માને છે. તો ભાભર તાલુકાના બરવાળા ગામના રિન્કુબેન ચૌધરી કહે છે કે, મારી પાસે 40 પશુઓ અને છે અને આ વર્ષે મેં રૂ. 34 લાખનું દુધ બનાસ ડેરીમાં ભરાવ્યું છે. તેમનું કહેવું છે કે બનાસ ડેરીના કારણે વર્ષો-વર્ષ નફામાં વૃદ્ધિ થઈ રહી છે. 

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન  શંકર ચૌધરી કહે છે કે, કેન્દ્ર અને ગુજરાત સરકારની પ્રજાલક્ષી નીતિઓના કારણે ડેરી ક્ષેત્રમાં ક્રાંતિ સર્જાઈ છે. તેઓ ઉમેરે છે કે, ગુજરાત સરકાર મંદીના કઠીન સમયમાં પણ દુધ-સંઘોની પડખે રહી પાઉડર નિકાસમાં સબસીડી આપે છે.  આમ,ગુજરાતના ગામડાઓમાં ડેરી વ્યવસાયના કારણે આમૂલ પરિવર્તન આવ્યું છે. જેમાં દુધ-ઉત્પાદક સહકારી મંડળી અને સંઘોને માળખાગત સુવિધાઓ આપવામાં ભારત અને ગુજરાત સરકારની મહત્વની ભૂમિકા રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલોValsad Rape and Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસોShare Market News : ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઉછાળોKarjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
પીએમ આવાસ યોજનાની યાદીમાં નામ નથી આવતું? કેવી રીતે અરજી કરવી તે જાણો
પીએમ આવાસ યોજનાની યાદીમાં નામ નથી આવતું? કેવી રીતે અરજી કરવી તે જાણો
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
IND vs AUS 1st Test: પર્થ ટેસ્ટમાં બોલરોનો જોવા મળ્યો દબદબો, એક દિવસમાં પડી 17 વિકેટ 
Embed widget