શોધખોળ કરો
Advertisement
ઉત્તર ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ, બનાસકાંઠામાં 57, પાટણમાં 49 અને મહેસાણામાં 45 નવા કેસ
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 1540 નવા કેસ નોંધાયા છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 1540 નવા કેસ નોંધાયા છે. ઉત્તર ગુજરાતમાં પણ કોરોનાના સંક્રમણમાં વધારો થયો છે. બનાસકાંઠામાં 57 નવા કેસ નોંધાયા છે. પાટણમાં 49 અને મહેસાણામાં 45 નવા કેસ નોંધાયા છે.
બનાસકાંઠા જિલ્લામાં આજે 57 નવા કેસ નોંધાયા છે, જ્યારે 16 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. પાટણ જિલ્લમાં આજે 49 નવા કેસ નોંધાયા છે જેની સામે 30 લોકો સ્વસ્થ થયા છે. મહેસાણા જિલ્લમાં કોરોના સંક્રમણના 45 નવા કેસ નોંધાયા છે, અહીં 18 લોકો સ્વસ્થ થયા છે.
રાજ્યમાં આજે કુલ 1283 દર્દી સાજા થયા હતા અને 91459 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 7480789 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.99 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement