શોધખોળ કરો
Advertisement
Gujarat Rain: આ જિલ્લામાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર,લોકોના ઘરો સુધી પહોંચ્યા પાણી
Gujarat Rain: પાટણ વિસ્તારમાં સવારથી જ મેઘમહેર જોવા મળી રહી છે. ખાસ કરીને પાટણના સાંતલપુરમાં સ્થિતિ વધુ ખરાબ જોવા મળી રહી છે. સાંતલપુર તાલુકામાં વહેલી સવારથી મેઘમહેર થતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.
Gujarat Rain: પાટણ વિસ્તારમાં સવારથી જ મેઘમહેર જોવા મળી રહી છે. ખાસ કરીને પાટણના સાંતલપુરમાં સ્થિતિ વધુ ખરાબ જોવા મળી રહી છે. સાંતલપુર તાલુકામાં વહેલી સવારથી મેઘમહેર થતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. સમગ્ર તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. સાંતલપુરમાં છેલ્લા 6 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા જ્યા જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદથી નીચાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વારાહી પંથકમાં નીચાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વારાહીના કાદીસરા તળાવ વિસ્તારમાં પાણી ભરાયા છે. તળાવનું પાણી બેક મારતા લોકોના ઘરો સુધી પાણી પહોચ્ચું છે. હજુ પણ ધીમીધારે અવિરત વરસાદ યથાવત છે. જો હજુ લાંબો સમય વરસાદ યથાવત રહેશે તો સ્થિતિ વણસી શકે છે.
સાંતલપુર પંથકમાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને લઇ માનવ જીવન પણ પ્રભાવિત બનવા પામ્યું છે. વારાહી પંથકમાં લખાપરા વિસ્તારના પારકર વાસમાં વરસાદી પાણી મુખ્ય માર્ગ તેમજ ઘરો સુધી પહોંચતા સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જો હજુ પણ આ પ્રમાણે વરસાદ આવે તો પારકર વાસના રહીશો ને સલામત જગ્યાએ સ્થળાતર કરવાની સ્થિતિનું નિર્માણ થઇ શકે.
પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છૅ ત્યારે રાધનપુર પંથકમાં નજીવા વરસાદને લઇ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છૅ. જેમાં ખાસ કરી માશાલી રોડ પરના માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છૅ. આ વિસ્તારમાં જ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું નિવાસ સ્થાન અને તેમનો મત વિસ્તાર છે. છતા પણ વરસાદી પાણી ભરાવવાની સ્થિતિ યથાવત રહેવા પામી છૅ.
રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર જોડે એબીપી અસ્મિતા સાથે વાત કરતા જણવ્યું હતું તેમના વિસ્તારમાં પાણી ભરાવા અંગે સ્વીકાર પણ કર્યો હતો અને વર્ષો જૂની આ સમસ્યા છે તેમ કહ્યું. પાંચ વર્ષ કોગ્રેસે આ બેઠક પર રહેવા પામી હતી તેમના દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી તેથી આ સમસ્યા ઉભી થવા પામી છે. તેમ કહી દોષનો ટોપલો બીજા પર ઢોળી દીધો હતો અને તેઓ દ્વારા ગટરની સાફ સફાઈ કરાવી છે તેમ કહી જસ લીધો હતો. અગામી સમયમાં ચૂંટણીમાં રાધનપુર પાલિકામાં ભાજપની સત્તા આવવાની છે અને વ્યવસ્થિત ગટર,પાણીની વ્યવસ્થા કરશું તેમ કહી રાજકીય રંગ આપ્યો હતો પણ આ રાજકીય કાવા દાવા વચ્ચે આ વિસ્તારમાં આવેલ 20 થી 25 સોસાયટીના રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
સિદ્ધપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સિદ્ધપુર શહેર સહીત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. સિદ્ધપુરના નેદ્રા,ખલી, બીલીયા, લાલપૂર, સહીત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારથી અત્યાર સુધી 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement