વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ બની કોરોના હોટસ્પોટ, સંસ્કૃત યુનિ.ના 6 પ્રોફેસરને કોરોના
વાઇબ્રન્ટ એજ્યુકેશન સમિટને કારણે ગીર સોમનાથમાં કોરોના પ્રવેશ્યો છે. સમિટમાં ગયેલા સંસ્કૃત યુનિવર્સિટીના 6 પ્રોફેસર કોરોના સંક્રમિત થયા છે.
ગાંધીનગરઃ વાઇબ્રન્ટ એજ્યુકેશન સમિટને કારણે ગીર સોમનાથમાં કોરોના પ્રવેશ્યો છે. સમિટમાં ગયેલા સંસ્કૃત યુનિવર્સિટીના 6 પ્રોફેસર કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ સાઇન્સ સિટી ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશનલ સમિટ-2022 અંતર્ગત ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યુશન માં ભાગ લઈને પરત ફરેલા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 6 પ્રોફેસર કોરોના સંક્રમિત થયા છે. વધતા કોરોના કેસો વચ્ચે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ કોરોનાના હોટ સ્પોટ બની છે.
ગુજરાતમાં એક જ દિવસમાં ભાજપના 3 દિગ્ગજ નેતા થયા કોરોના સંક્રમિત, જાણો કોણ કોણ થયું સંક્રમિત?
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે, ત્યારે હવે ભાજપના નેતાઓ પણ એક પછી એક કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. આજે ભાજપના ત્રણ નેતાઓ કોરોના સંક્રમિત થયાના સમાચાર સામે આવ્યા છે. ભાજપના ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા કોરોના સંક્રમિત થયા છે. તેમણે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી છે. અસ્વસ્થતાના લક્ષણો જાણવા મળતા મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને આજે મારો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. પાછલા થોડા દિવસોમાં જે કોઈ સાથી મિત્ર મારા સંપર્કમાં આવ્યા હોઈ, તેમને વિનમ્ર અનુરોધ કરું છે કે સ્વાસ્થ્ય કાળજી દાખવી સ્વયંને કોરેન્ટાઈન કરી કોવિડ-19ની યોગ્ય તપાસ કરાવો.
પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોધરા કોરોના પોઝીટિવ આવ્યા છે. રાજકોટમાં એક બાદ એક નેતાઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. ભરત બોઘરા મુખ્યમંત્રીની રાજકોટની રેલીમાં હાજર હતા. ભાજપના નેતા નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, મનીશ ચાંગેલા અને હવે ભરત બોઘરા પણ પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં રાજકોટ ભાજપમાં ચાર નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.
ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રવાસેથી પાછા ફરેલા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સિયલ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી કોરોના સંક્રમિત થયા છે. કોરોના સંક્રમિત થતાં ધનસુખ ભંડેરી હોમ આઇસોલેટ થયાં છે.
'કોઈ નેતાથી ભૂલ થાય તો તેનું ઉદાહરણ આપીને નાગરિકોએ આપડું જીવન જોખમમાં ન મૂકવું જોઈએ'
ગાંધીનગરઃ ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં કોરોનાના નિયમો મુદ્દે નિવેદન આપ્યું હતું. આ સમયે તેમણે નેતાઓ દ્વારા તોડાતા કોરોના નિયમો મુદ્દે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, કોઈ નેતા થી ભૂલ થાય તો તેનું ઉદાહરણ આપીને નાગરિકોએ આપડું જીવન જોખમમાં ન મૂકવું જોઈએ. તેમણે કહ્યું કે, જાન્યુઆરી મહીનાથી કોરોના કેસ વધી રહ્યા છે. જેના કારણે જ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પણ મોકૂફ રાખી છે. દરેક પ્રભારી મંત્રીઓ ને પ્રભારી જિલ્લામાં રહી ને સમીક્ષા કરવા કહેવાયું છે. આજે ગાંધીનગર જિલ્લાની કોરોના ની સ્થિતિની સમીક્ષા કરી છે. ગાંધીનગર મા સૌથી મોટા તાલુકા કલોલમા હોસ્પિટલમાં અનેક સાધનો ઉપલબ્ધ છે. કોરોના માટેની તમામ સાધનો છે. ઓક્સિજન પ્લાન્ટ પણ તમામ તાલુકાઓમા છે. ગાંધીનગર જિલ્લામાં પોઝિટિવ રેસીઓ ખૂબ ઓછો છે. આ બેઠક મા ધન્વંતરિ રથ, માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન, આરોગ્ય સુવિધાઓ સંદર્ભે સમીક્ષા કરવામાં આવી છે.
ભાજપના નેતાઓ દ્વારા કોરોના નિયમોના ભંગ કરવા મુદ્દે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી કે, બધા નિયમોથી બંધાયેલા છે. ચાહે સામાન્ય નાગરિક હોય કે ભાજપના નેતા. પોલીસને કહેવામાં આવ્યું છે માનવીય અભિગમ રાખી ને નિયમો પાલન કરવામાં આવે. કોઈ નેતા થી ભૂલ થાય તો તેનું ઉદાહરણ આપીને નાગરિકોએ આપડું જીવન જોખમમાં ન મૂકવું જોઈએ.