ગાંધીનગર: રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કર્યો છે. રાજ્યમાં 12 આઈએએસ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે સાત અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જ્યારે પાંચ અધિકારીઓને તેમની જગ્યા પર જાળવી રાખવામાં આવ્યા છે. જેમાં બી.જી. પ્રજાપતિની રેસિડેન્ટ એડિશનલ કલેકટર, પાટણથી રાજકોટના ડેપ્યુટી મ્યુનિ કમિશ્નર તરીકે બદલી કરવામાં આવી છે.