પ્રથમ વરસાદે બાળકીનો ભોગ લીધો, માતાની સામે જ 8 વર્ષની દીકરી પાણીમાં તણાઈ
કણજી ગામ પાસે આવેલી દેવનદીમાં પ્રથમ વરસાદે જ કોઝવે પરથી 8 વર્ષની બાળકી તણાઈ છે. દેવનદીના કોઝવે નાળા પરથી માતા દીકરી પસાર થતા હતા, ત્યાંરે ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા બનાવ બન્યો.
નર્મદા: જિલ્લાનાં કણજી ગામ પાસે આવેલી દેવનદીમાં પ્રથમ વરસાદે જ કોઝવે પરથી 8 વર્ષની બાળકી તણાઈ છે. કણજી ગામ પાસે દેવનદીના કોઝવે નાળા પરથી રાત્રે લગભગ આંઠેક વાગ્યાના સુમારે માતા દીકરી પસાર થતા હતા, ત્યાંરે ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા પુત્રી મમતાબેન વસાવા ઉમર વર્ષ 8 નદીના ભારે પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ત્યાર બાદ ગ્રામજનો અને તંત્ર દ્વારા શોધખોળ કરવામાં આવી હતી,પરંતુ હજુ સુધી બાળકીનો કોઈ પતો લાગ્યો નથી. પોતાની આંખો સામે જ વ્હાલસોયી દિકરી પાણીના ભારે પ્રવાહમાં તણાઈ જતાં માતા-પિતા ઉપર આભ તુટી પડયું છે. આ બનાવની જાણ થતાં ડેડીયાપાડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં બાળકીના પરિજનોને સાંત્વના આપી હતી અને બાળકીને નદીમાંથી શોધી કાઢવાની કવાયદ હાથ ધરી હતી.
રવિવારે રાજ્યના 70 તાલુકામાં મેઘમહેર થઈ, જૂનાગઢમાં સૌથી વધુ પોણા બેં ઇંચ વરસાદ
રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનું વિધિવત રીતે આગમન થાય તેની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે પ્રિ-મોનસૂન એક્ટિવિટીના પગલે રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. રવિવારે સવારના છ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધીમાં રાજ્યના 70 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં મહીસાગરના સંતરામપુરમાં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જૂનાગઢ શહેર અને તાલુકામાં સૌથી વધુ પોણા બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ સિવાય રાજ્યના 12 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રવિવારે બપોર બાદ રાજ્યના મોટાભાગના શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જૂનાગઢ શહેર અને જૂનાગઢ ગ્રામ્ય અને અમરેલીના વડિયામાં સાંજે ચાર વાગ્યાથી છ વાગ્યા દરમિયાન જ દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોય તેમાં સાબરકાંઠાનું વડાલી, અમરેલીનું વડીયા, દાહોદ, નવસારીનુ ખેરગામ, જામનગરનું કાલાવડ, ડાંગના સુબીરનો સમાવેશ થાય છે.
તો આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા સહિત કચ્છ, અમદાવાદ, ખેડા, આણંદ. સુરત, ડાંગ, તાપી, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દીવમાં વરસાદ વરસશે. જ્યારે 14 અને 15 જૂનના સૌરાષ્ટ્ર-કચ્છ, આણંદ. ખેડા, સુરત, ડાંગ, તાપી,ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દીવમાં વરસશે વરસાદ.હવામાન વિભાગના મતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે, આ વખતે ચોમાસું કેરળમાં નિયત સમય કરતાં 3 દિવસ પહેલાં 29 મે ના જ પહોંચી ગયું હતું,