શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ જિલ્લામાં બે મહિના સુધી નહોતો કોરોનાનો એક પણ કેસ, હવે કોરોનાના લીધે થયું બીજું મોત, જાણો વિગત
અમરેલીના 80 વર્ષીય કોરોના પોઝિટિવ વૃદ્ધાનું મોત થયું છે. ગઈ કાલે જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
અમરેલીઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેમજ ગુજરાતમાં મોતનો આંકડો પણ વધુ છે. ત્યારે અમરેલી જીલ્લામાં કોરોનાથી વધુ એકનું મોત થયું છે. અમરેલીના 80 વર્ષીય કોરોના પોઝિટિવ વૃદ્ધાનું મોત થયું છે. ગઈ કાલે જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લામાં કુલ 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેની સામે 9 લોકો સ્વસ્થ થયા છે. તેમજ કુલ બે લોકોના મોત થયા છે. તેમજ હાલ 4 લોકો સારવાર હેઠળ છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં જ્યારે કોરોનાના કેસો સતત વધી રહ્યા હતા, પરંતુ અમરેલીમાં લાંબા સમય સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો. તેમજ કેટલાય સમય સુધી અમરેલી કોરોનામુક્ત રહ્યો હતો. જોકે, હવે અમરેલીમાં પણ નવા કેસો આવી રહ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 477 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 31 દર્દીઓના મોત થયા છે. ગઈ કાલે 321 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 20,574 થઇ છે અને મૃત્યુઆંક 1280 પર પહોંચ્યો છે. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 31 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદમાં- 24, સુરત, ગાંધીનગરમાં 2, સાબરકાંઠા, પંચમહાલ અને રાજકોટ ખાતે 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1280 લોકોનાં મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement