શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં કોરોનાના નવા 93 કેસ નોંધાયા, સંક્રમિત દર્દીઓની સંખ્યા 1939 થઈ
આજે નવા 93 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા1939 પર પહોંચી છે. આજે વધુ 4 લોકોના મોત થયા છે,
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. આજે નવા 93 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા1939 પર પહોંચી છે. આજે વધુ 4 લોકોના મોત થયા છે, આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના કારણે કુલ મૃત્યુઆંક 71 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 131 દર્દીઓ સ્વસ્થ થયા છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.
આજે 4212 જેટલા ટેસ્ટ કર્યા છે. આજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 131 લોકો સ્વસ્થ થઈ ઘરે ગયા છે. 1718 લોકો સ્ટેબલ છે, જ્યારે 19 લોકો વેન્ટીલેટર પર છે. અત્યાર સુધીમાં 33,316 ટેસ્ટ કર્યા છે.
આજે જે નવા 93 કેસ સામે આવ્યા છે તેમાંથી ફક્ત અમદાવાદમાં 61 કેસ નોંધાયા છે. તે સિવાય સુરતમાં 25 અને વડોદરામાં વધુ 7 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં અત્યાર સુધીમાં જે 34 મૃત્યુ થયા જેમાં 25 મોત હોટસ્પોટ વિસ્તારમાંથી છે. અમદાવાદમાં રાયખડ, જીવરાજપાર્ક, બહેરામપુર, ખોખરા, વસ્ત્રાલ, વાસણા, જમાલપુરના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કર્ફ્યૂ વિસ્તારમાં સૌથી વધુ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આરોગ્ય સચિવ જયંતી રવીએ જણાાવ્યુ હતું, કે કોરોના વાયરસના આંકડાથી ડરવાની જરૂર નથી માત્ર સતર્કતા રાખવી જરૂરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દુનિયા
બિઝનેસ
Advertisement