શોધખોળ કરો

Hit & Run: બનાસકાંઠાના ધાનેરાના જડિયા પાસે હિટ એન્ડ રનમાં 50 વર્ષીય પુરુષનું મોત

અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જેમાં 50 વર્ષીય આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

Hit & Run: બનાસકાંઠામાં હિટ એન્ડ રની ઘટના વધી રહી છે. અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જેમાં 50 વર્ષીય આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની લાશને પી.એમ અર્થે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધાનેરામાં બે દિવસમાં અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ધાનેરામાં 20 વર્ષની યુવતીએ કરી આત્મહત્યા

ધાનેરાના સરાલ વિડ ગામે આપઘાતની ઘટના સામે આવી છે. અહીં 20 વર્ષીય પરણિત મહિલાએ ગળેફાસો ખાઈને આપઘાત કરી લીધો છે. મોડામેડા ગામની મહિલાના 1 વર્ષ અગાઉ સરાલ વિડ ગામે લગ્ન થયા હતા. સાસરીમાં જ યુવતીએ મોતને વ્હાલું કરતા અરેરાટી મચી જવા પામી છે. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ધાનેરા પોલીસએ મૃતકની લાસને રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડવામાં આવી છે. જો કે, મહિલાએ આત્મહત્યા ક્યા કારણે કરી તેની માહિતી સામે આવી નથી. પોલીસે આ અંગે તપાસ હાથધરી છે.

બનાસકાંઠામાં ઘોડિયામાં સુતેલી 13 મહિનાની બાળકી સાથે 55 વર્ષના આધેડે કર્યા અડપલા, કોર્ટે ફટકારી 20 વર્ષની સજા

દિયોદર સેશનકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. લાખણીના ખેરોલામાં ઘોડિયામાં સુતેલી બાળકીને અડપલાં કરનાર 55 વર્ષના ખેતર માલિકને કોર્ટે  20 વર્ષની સજા ફટકારી છે. એક વર્ષ અગાઉ ઘોડીયામાં સુઈ રહેલી બાળકીને ખેતર માલિકે અડપલા કર્યા હતા. આરોપીએ 13 મહિનાની બાળકીના ગુપ્ત ભાગે અડપલાં કરી ઈજાઓ પહોંચાડી હતી. આરોપી હીરા રબારીના વિરોધમાં આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. દિયોદર એડિશનલ સેશન કોર્ટે આરોપીને દોષિત ઠેરવી સમાજમાં દાખલારુપ ચુકાદો આપ્યો છે.

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહને શોધવા માટે પંજાબ પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમૃતપાલના કાકા હરજીત સિંહ અને ડ્રાઈવર હરપ્રીત સિંહે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે.

 શનિવારે (18 માર્ચ), પોલીસે અમૃતપાલ સિંહ અને તેના ઘણા સમર્થકો સામે મોટા પાયે કાર્યવાહી શરૂ કરી. હવે એવા અહેવાલ છે કે અમૃતપાલના કાકા અને તેના ડ્રાઇવરે શનિવારે મધરાતે પોલીસ સમક્ષ પોતાને રજૂ કર્યા હતા. બંને અમૃતપાલની મર્સિડીઝ કારમાં આવ્યા હતા, જેને પોલીસે કસ્ટડીમાં લીધી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget