ઢોંસાની લિજજત માણતા પહેલા સાવધાન, ગુજરાતની આ હોટેલમાંના સાંભરમાંથી નીકળ્યું ઉંદરનું બચ્ચું
આઇસ્કિમમાંથી કપાયેલી આંગળી, વેફર્સમાં મૃત દેડકો અને હવે ઢોંસાની લિજ્જત માણવા ગયેલા ગ્રાહકને અત્યંત કડવો અનુભવ થયો. સાંભરમાંથી ઉંદરનું બચ્ચું નીકળ્યું.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ દેવી ઢોંસા હોટેલ વિવાદમાં આવી છે. અહીં ઢોંસા ખાવા આવેલા એક ગ્રાહકે ખૂબ જ કડવો અનુભવ થયો. દેવી હોટેલના સાંભરમાંથી ઉંદરનું બચ્ચું નીકળ્યું. ગ્રાહકે આ મુદ્દે ફરિયાદ કરી છે. જો કે હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઘટના પરથી કહી શકાય કે, આ પ્રકારની ઘટના બનતા રેસ્ટોરન્ટ કેટલીક હદે સ્વસ્છતાને લઇને બેદરકારી દાખવે છે. તે જોઇ શકાય છે. દેવી હોટલની આ ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે.
આ પહેલા બાલાજી વેફર્સમાંથી દેડકો નીકળ્યો હતો. જામનગરના એક ગ્રાહકે તાજેતરમાં જ બાલાજી વેફરના પેકેટમાં મૃત દેડકો મળી આવ્યાનો આરોપ લગાવીને ખળભળાટ મચાવ્યો છે.
જાસ્મી પટેલ નામની મહિલાએ જણાવ્યું કે તેમણે પોતાની ભત્રીજી માટે બાલાજી વેફરનું પેકેટ ખરીદ્યું હતું. ઘરે લાવીને ખોલ્યું ત્યારે તેમને પેકેટમાંથી મૃત દેડકો મળી આવ્યો.
આ ઘટનાથી ગભરાઈ ગયેલા જાસ્મીએ તાત્કાલિક દુકાનદારનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી. દુકાનદારે એજન્સી અને કંપનીના કસ્ટમર કેરનો સંપર્ક કર્યો, પરંતુ તેમને કોઈ યોગ્ય પ્રતિભાવ મળ્યો નહીં
Ice Cream: ઓનલાઇન આઇસક્રીમ ઓર્ડર કરતા પહેલા સાવધાન, મુંબઇમાં બટરસ્કોચમાંથી નીકળી કપાયેલી આંગળી!
મુંબઈના મલાડ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ દાવો કર્યો છે કે આઇસક્રીમ કોનની અંદરથી એક વિકૃત માનવ આંગળી મળી આવી છે. મહિલાએ તેની તસવીર શેર કરી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી. તેનું કહેવું છે કે તેણે આઇસક્રીમ ઓનલાઈન ઓર્ડર કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં પોલીસનું કહેવું છે કે આઈસ્ક્રીમ કોનમાં માનવ શરીરના અંગો છે. પોલીસે આઈસ્ક્રીમમાંથી મળેલા માનવ શરીરના અંગને વધુ પુષ્ટિ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે.
દાવો શું છે?
મહિલાએ દાવો કર્યો હતો કે, તેણે અડધાથી વધુ આઈસ્ક્રીમ ખાધો છે, પરંતુ જેવી તેને ખબર પડી કે કંઈક ખોટું છે, તેણે આઈસ્ક્રીમમાં માનવની એક વિકૃત આંગળી જોઈ. પોલીસે કહ્યું, "ઓનલાઈન ઓર્ડર કરાયેલ આઈસ્ક્રીમ કોનની અંદર એક મહિલાને માનવ આંગળીનો ટુકડો મળ્યો." જે બાદ મહિલા મલાડ પોલીસ સ્ટેશન પહોંચી હતી. મલાડ પોલીસે યુમ્મો આઈસ્ક્રીમ કંપની વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને આઈસ્ક્રીમને તપાસ માટે મોકલી આપ્યો છે. આઈસ્ક્રીમમાં મળી આવેલા માનવ શરીરના ભાગને એફએસએલ (ફોરેન્સિક)માં મોકલવામાં આવી છે.
જ્યારે ઓર્લેમના રહેવાસી બ્રેન્ડન સેરાવે (27) બુધવારે ઓનલાઈન ડિલિવરી એપ દ્વારા આઈસ્ક્રીમ કોનનો ઓર્ડર આપ્યો, ત્યારે તેને ખ્યાલ નહોતો કે, તેમને આવો ભયંકર અનુભવ થશે. મહિલાએ જણાવ્યું કે આઈસ્ક્રીમની અંદર લગભગ 2 સેમી લાંબો માનવ આંગળીનો ટુકડો હતો. સેરાવ વ્યવસાયે MBBS ડૉક્ટર છે.
એફપીજેના જણાવ્યા મુજબ, તેની બહેન સવારે ઓનલાઈન ડિલિવરી એપ દ્વારા કરિયાણાનો ઓર્ડર આપી રહી હતી જ્યારે તેણે તેણીને યાદીમાં ત્રણ બટરસ્કોચ કોન આઈસ્ક્રીમ ઉમેરવા કહ્યું. આઈસ્ક્રીમની ડિલિવરી થતાં તેણે કોન ખોલ્યો અને આંગળીનો ટુકડો બહાર આવ્યો. તેણે આ ઘટના અંગે મલાડ પોલીસને જાણ કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આઈસ્ક્રીમ જ્યાંથી બનાવવામાં આવ્યો હતો અને પેક કરવામાં આવ્યો હતો તેની પણ તપાસ કરવામાં આવશે.