શોધખોળ કરો

કચ્છમાં ધર્મપરિવર્તન માટે 10 લાખની લાલચના લેટરથી ખળભળાટ, કોણે મોકલ્યો આ લેટર?

Kutch News : અબડાસાના મુઠિયા૨ ગામના રહેવાસી અને વ્યવસાયે પશુપાલક કરશનજી દેશરજી બારાચ, સથુભા જાડેજા, ભાનુભા ચાવડા અને જામભા ચાવડાને ધર્મ પરિવર્તન માટે પત્ર મળ્યા હતા.

Kutch : કચ્છમાં ધર્મપરિવર્તન (conversion)માટે 10 લાખની ઓફરના લેટરથી ખળભળાટ મચી ગયો છે. અબડાસા તાલુકાના મુઠિયારના પશુપાલકોને નનામી પત્ર મળ્યો હતો અને નામ બદલવા સાથે ધર્મ પરિવર્તનની સલાહ આપતો અને હિમાયત કરતો પ્રલોભન સાથેનો પત્ર ટપાલ મારફતે પશુપાલકને મળતા આ બાબતે પોલીસને લેખિત ફરિયાદ-અરજી અપાઇ હતી. મુઠિયા૨ ગામના રહેવાસી અને વ્યવસાયે પશુપાલક કરશનજી દેશરજી બારાચ, સથુભા જાડેજા, ભાનુભા ચાવડા અને જામભા ચાવડાને ધર્મ પરિવર્તન માટે પત્ર મળ્યા હતા. અબડાસા તાલુકાના પશુપાલકોને ધર્મ પરિવર્તન કરવા માટે નનામી પત્ર મળતા ચકચાર મચી ગઈ છે. 

નલિયા પોલીસને લેખિત ફરિયાદ અપાઇ
આ તમામ પશુપાલકો દ્વારા નલિયા પોલીસને આ લેખિત ફરિયાદ અપાઇ હતી. ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ પણ આ લોકોને પૂરતો સાથ આપ્યો છે. અજ્ઞાત શખ્સ દ્વારા ટપાલથી મોક્લવામાં આવેલો આ પત્ર ગત તા. 29મીના ફરિયાદીને મળ્યો હતો. જેમાં પ્રલોભન આપવાની વાત કરવા સાથે નામ બદલી નાખવા અને કોનો સંપર્ક કરવો તેની વિગતો લખાયેલી હતી. આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી ફરિયાદીએ માગણી કરી હતી.

ધર્મ પરિવર્તન કરવા માટે 1 થી 10 લાખ રૂપિયાની આપવામાં આવી લાલચ
મુઠીયાર ગામે રહેતા કરશનજી બલોચ નામના અશિક્ષિત વ્યક્તિના નામે ઘરમાં ટપાલ આવતા પૌત્રએ વાંચી અને તેમાં તેમને ‘કાસમછા’ બની જવા જણાવી રૂ.1 થી 10 લાખ સુધીની રકમ મળશે તેવી લાલચ આપવામાં આવતા નલિયા પોલીસે બનાવ અનુસંધાને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.તો ગામના જ બીજા ક્ષત્રિય સમાજના લોકોને સાલેમામદ નામ રાખીને ધર્મ પરિવર્તન કરવા માટે લાલચ સાથેનો પત્ર મળ્યો છે.

આ બનાવ બાબતે ક્ષત્રિય સમાજ તથા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓમાં પણ રોષ જોવા મળ્યો છે. આ ઉપરાંત આ પત્ર મોકલનાર અને આવું કૃત્ય કરનાર ગને તે ધર્મનો વ્યક્તિ હોય તેની સામે યોગ્ય કાર્યવાહી અને તટસ્થ તપાસ કરવા માટેની માંગ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
Embed widget