શોધખોળ કરો

ગુજરાતની બસ નદીમાં ખાબકતાં ત્રણનાં મોત, જાણો ક્યા 39 લોકોને બચાવી લેવાયા ?

રવિવારે વહેલી સવારે 5:45 વાગ્યે છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જઇ રહેલી બસ નં-GJ-01-CZ-6306ના ડ્રાઇવરને ઝોકુ આવી ગયું હતું.

છોટા ઉદેપુરઃ છોટાઉદેપુરથી વહેલી સવારે અલીરાજપુર જતી ખાનગી બસ રવિવારે વહેલી સવારે ચાંદપુર પાસે રેલિંગ તોડીને નદીમાં ખાબકતાં 3 લોકોના મોત થયા હતા  જ્યારે 28 લોકો  ઇજાગ્રસ્ત થયા છે. મૃતકો ગુજરાતના હોવાનું કહેવાય છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અલીરાજપુરની હોસ્પિટલમાં લઈ જવાયા છે. ખાનગી બસ ભૂજથી મધ્યપ્રદેશના બદવાની થઇ રહી હોવાની માહિતી મળી છે.

રવિવારે વહેલી સવારે 5:45 વાગ્યે છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જઇ રહેલી બસ નં-GJ-01-CZ-6306ના ડ્રાઇવરને ઝોકુ આવી ગયું હતું. તેના કારણે બસ પરથી કાબૂ ગુમાવતાં બસ મેલખોદરા નદીના બ્રિજ પરથી નદીમાં ખાબકી હતી.

અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા.  સ્થાનિક તંત્ર દ્વારા 3 જેસીબીની મદદથી બચાવ ઓપરેશન હાથ ધરાયું હતું.  ખાનગી બસને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ ઘટનાની જાણ થતાં અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.  અલીરાજપુરના કલેક્ટર મનોજ પુષ્પ તેમજ એસપી મનોજકુમાર સિંહ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આસપાસના લોકોની મદદથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બસમાંથી 39 લોકોને બચાવી લેવાયા હતા,  જે પૈકી 28 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુન્સ મારફતે અલીરાજપુર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બચાવી લેવાયેલા પ્રવાસી

·         મોનુ સાયમલ ડાવર (ઉ.18), (રહે.પલસુદ)

·         મુકેશ ફુગલા જમરે (ઉ.21), (રહે. પલસુદ)

·         રાહુલ જમલા ભિલાલા (ઉ.05), (રહે.પલાસદા)

·         રાકેશ જમલા ભિલાલા (ઉ.03), (રહે.પલાસદા)

·         અનિલ છીતુ ગાડરિયા (રહે.કાલી ખેતીયા)

·         વિમલ કાલુ બઘેલ (ઉ.17), (રહે.સોહલિયા, બોરી)

·         રામચંદ્ર ભુરસિયા મુવેલ (ઉ.21), (રહે.સોહલિયા, ગઢવાલ)

·         બત્રી જમલા મુજાલ્દા (ઉ.30), (રહે.પલાસદા, ખટ્ટાલી)

·         જિગ્નેશ રામચંદ્ર (ઉ.12), (રહે.સોહલિયા)

·         રીતા સુરતાન (ઉ.06), (રહે.સોહલિયા)

·         સીમા લચ્છુ (ઉ.19), (રહે.દીપાની ચૌકી)

·         હતરી ગમલા ભિલાલા (ઉ.18), (રહે.દીપાની ચૌકી)

·         જયરામ ભુવાન પચાયા (ઉ.35), (રહે.પુજારાની ચૌકી)

·         રિછુ જયરામ પચાયા (ઉ.30), (રહે.પુજારાની ચૌકી)

·         જગદીશ નોરલા (ઉ.14), (રહે.મોરઘી આમલી ફળિયા)

·         સુરમા ખાપરિયા (ઉ.18), (રહે.ભયડિયા ચૌક પોલ ફળિયા)

·         ચિમા પુના ભીલ (ઉ.14), (રહે.ભયડિયા ચૌક, પોલ ફળિયા)

·         ઝાલી રમેશ ભિલાલ (ઉ.28), (રહે.દીપાની ચૌકી મેંબર ફળિયા)

·         અર્ચના રમેશ ભિલાલ (ઉ.01), (રહે.દીપાની ચૌકી)

·         ભાયસિંહ કાલુસિંહ (ઉ.22), (રહે.ડહી ગંગાપુર)

·         અસ્મિતા બાદલ મંડલોઇ (ઉ.30), (રહે.ડહી ગંગાપુર)

·         અશ્વિન બાદલ (ઉ.07), (રહે.ડહી ગંગાપુર)

·         સુમારિયા સેતુ ભાબર (ઉ.50), (રહે.નાની બડવાની)

·         દશરથ જેરામ નિગવાલ (ઉ.22), (રહે.ઇસડુ વાલપુર )

·         મનુ ભિકલા રાઠવા (ઉ.22), (રહે.નાનરામપુરા, ગુજરાત )

·         સિંતી મનુ (ઉ.21), (રહે. નાનરામપુરા, ગુજરાત)

·         પ્રવિણ રતીલાલ શાહ (ઉ.59), (રહે. સુરત, ગુજરાત)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની પત્નીને PM મોદીએ આપી આ અનોખી ભેટ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સાયરનની શેખી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : ABCD 'કૌભાંડની સીડી'?Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોતDhoraji Politics: ધોરાજીમાં ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ? વીડિયો વાયરલ થતા પ્રમુખનો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની પત્નીને PM મોદીએ આપી આ અનોખી ભેટ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ
SEBIએ લોન્ચ કર્યું નવું ડિઝિટલ પ્લેટફોર્મ MITRA, રોકાણકારોની આ રીતે થશે મદદ
UPSC CSE 2025: UPSCએ સિવિલ સર્વિસ એક્ઝામ પ્રોસેસમાં કર્યો મોટો ફેરફાર, તમારા માટે જાણવું જરૂરી
UPSC CSE 2025: UPSCએ સિવિલ સર્વિસ એક્ઝામ પ્રોસેસમાં કર્યો મોટો ફેરફાર, તમારા માટે જાણવું જરૂરી
હવે LinkedIn એકાઉન્ટ ભાડા પર લેવાના નામ પર Scam! મહિલાને મળી ઓફર
હવે LinkedIn એકાઉન્ટ ભાડા પર લેવાના નામ પર Scam! મહિલાને મળી ઓફર
સંસદમાં આજે નવું આવકવેરા બિલ રજૂ થાય તેવી સંભાવના, ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા બનશે સરળ
સંસદમાં આજે નવું આવકવેરા બિલ રજૂ થાય તેવી સંભાવના, ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા બનશે સરળ
Embed widget