Aravalli News: મોડાસા નજીક લાગી ભીષણ આગ, ફાયર વિભાગે જાહેર કર્યો મેજર કોલ
Aravalli News: મોડાસાના લાલપુરકંપા પાસે ભયાનક આગનો બનાવ સામે આવ્યો છે. આગ એટલી ભીષણ છે કે, ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે. ગાંધીનગર અને હિંમતનગરની ગાડીઓ આગને કાબુમાં લેવા બોલાવવામાં આવી છે.
Aravalli News: મોડાસાના લાલપુરકંપા પાસે ભયાનક આગનો બનાવ સામે આવ્યો છે. આગ એટલી ભીષણ છે કે, ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે. ગાંધીનગર અને હિંમતનગરની ગાડીઓ આગને કાબુમાં લેવા બોલાવવામાં આવી છે. હાલ મોડાસાની ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગના કારણે મોટું નુકશાન થવાની ભીતિ છે. અંદર ફસાયેલા ૫ લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે. વેલ્ડિંગના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. તો બીજી તરફ આગની ઘટના બનતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. હજારોના લોકોના ટોળાને દૂર કરવા પોલીસ કાફલો ઉતારાયો હતો.
#WATCH | A massive fire breaks out at a firecracker company in Aravalli district of Gujarat. Two fire tenders present at the spot. Further details awaited. pic.twitter.com/2oOnSHfpjk
— ANI (@ANI) April 20, 2023
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની ગમે ત્યારે થઇ શકે છે ધરપકડ
જરાત સરકારના પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે, ગમે ત્યારે ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ થઇ શકે છે. ગુજરાત હાઇકોર્ટે પૂર્વ મંત્રી અને પ્રાંતિજ-તલોદના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને મોટો ઝટકો આપ્યો છે. હાઇકોર્ટે ગજેન્દ્રસિંહ પરમારની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.
જામીન અરજી હાઇકોર્ટ ફગાવી દીધી
ગુજરાત હાઇકોર્ટે પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની આગોતરા જામીન અરજી હાઇકોર્ટ ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, ગુનાની ગંભીરતાને જોઇને જામીન ના આપી શકાય. હવે રાજસ્થાન પોલીસ ગમે ત્યારે ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, પૉક્સો એક્ટ હેઠળ પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સામે કેસ ચાલી રહ્યો છે, આ કેસ રાજસ્થાનમાં નોંધાયો હતો.
વિગતો અનુસાર, પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે કારમાં સગીરા સાથે અડપલાં બાદ જબરદસ્તીનો પ્રયાસ કર્યો હોવાના આરોપ લાગ્યો છે. પ્રાંતિજના ભાજપ MLA ગજેન્દ્રસિંહ પરમાર સહિત 4 સામે આબુ રોડ ખાતે સગીરાની છેડતીનો ગુનો નોંધાયો હતો.
20મી જાન્યુઆરીએ આ ગુનો નોંધાયો હતો
ગુજરાતની ભાજપ સરકારના પૂર્વ મંત્રી અને હાલના પ્રાંતિજ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય એવા ગજેન્દ્રસિંહ પરમાર સામે રાજસ્થાનમાં સગીરાની છેડતી બદલ પૉક્સોનો ગુનો નોંધાયેલો છે. તેમની સાથે સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ અમીચંદ પટેલ સહિત કુલ 4 લોકો સામે સગીરાની છેડતીની ફરિયાદ નોંધાયેલી છે. રાજસ્થાનમાં ગુજરાતના નેતાઓ સામેના પૉક્સોના કેસથી રાજકીય વાતાવરણમાં ભારે ખળભળાટ મચ્યો હતો. રાજસ્થાનના આબૂ રોડ પોલીસ સ્ટેશનમાં 20મી જાન્યુઆરીએ આ ગુનો નોંધાયો હતો.