Panchmahal: પંચમહાલમાં પરિણીતાએ કરી આત્મહત્યા, કારણ જાણીને ચોંકી ઉઠશો
પંચમહાલના હાલોલની શિવાલય સોસાયટીમાં પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હતી
પંચમહાલઃ પંચમહાલના હાલોલની શિવાલય સોસાયટીમાં પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હતી. જેમાં હવે પતિ સામે જ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધવામાં આવી હતી. મૃતક મહિલાના પિતાએ હાલોલ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ શુક્રવારના સિલિંગ ફેન સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મહિલાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે બીજી પત્ની લાવવાનું કહીને પતિ વારંવાર પુત્રીને શારિરીક- માનસિક ત્રાસ આપતો હતો. પતિના ત્રાસથી કંટાળી પુત્રીએ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૂળ બિહારના ગોપાલગંજનું દંપતિ હાલોલની શિવાલય સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે.
Accident: લીંબડી - અમદાવાદ નેશનલ હાઇવે પર ઇક્કો અને આઇસર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, 3 લોકોનાં મોત
Accident: રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. લીબંડી-અમદાવાદ હાઇવે ઉપર સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા છે. અકસ્માતમાં બે પુરૂષોના ઘટના સ્થળે અને એક મહિલાને વધુ સારવાર માટે રાજકોટ લઈ જતા હતા ત્યારે મોત થયું છે
ક્યાં અને કેવી રીતે બની ઘટના
અકસ્માતમાં એક મહિલા અને એક પુરૂષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં 108 દ્વારા લીંબડી તેમજ પાણશીણા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે એક મહિલાને રાજકોટ લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ મહિલા નું મોત પણ નીપજ્યું હતું. ઇક્કો ગાડીમાં કુલ 5 લોકો સવાર હતા. રાજસ્થાનથી રાજકોટ પરત ફરી રહ્યાં ત્યારે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. ઇક્કોના ડ્રાઇવરે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતાં રોડની સાઇડ પર ઉભેલી આઇસર સાથે અથડાઇ હતી. આ ઘટના આજે વહેલી સવારે નેશનલ હાઇવે લીંબડીનાં ચોરણીયા 66 કેવી સબ સ્ટેશન પાસે બની હતી.
મુંબઈ -અમદાવાદ હાઈવે પર લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત, ડ્રાઇવર સહિત ચાર લોકોનાં મોત
મુંબઈ -અમદાવાદ હાઈવે પર લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો છે. જેમાં ડ્રાઇવર સહિત ચાર લોકોના મોત થયા છે. પાલઘર જિલ્લાના દહાણુ વિસ્તારમાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર અને બસ વચ્ચેની અથડામણમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. કાર ગુજરાતથી મુંબઈ જઈ રહી હતી અને કાર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતાં બસ સાથે અથડાઈ હતી.
CRIME NEWS: સુરતમાં પુત્રએ કરી પિતાની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
CRIME NEWS: સુરતના અમરોલી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમરોલીમાં પુત્રના હાથે પિતાની હત્યા થઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મકબુધીર પુત્ર ઘરમાં વારંવાર લાઈટ ચાલુ બંધ કરી રહ્યો હતો. તે વાતનો પિતાએ ઠપકો આપી રોષે ભરાઈ પુત્રને હાથ પર ચપ્પુ મારી દીધું હતું. તો બીજી તરફ રોષે ભરાયેલા પુત્રએ મસાલા પીસવાનો પત્થર માથામાં મારી દેતા પિતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યાર બાદ અમરોલી પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.