શોધખોળ કરો

Amreli News: સાવરકુંડલામાં વીજળી પડતા આધેડનું ઘટના સ્થળે જ મોત

Amreli News: સાવરકુંડલાના સાકરપરા ગામે વીજળી પડતા એક આધેડનું મોત થયું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સાકરપરા ગામના કચરાભાઈ ભરવાડ બપોર બાદ 5:00 વાગે બકરા ચરાવવા ગયા હતા.

Amreli News: સાવરકુંડલાના સાકરપરા ગામે વીજળી પડતા એક આધેડનું મોત થયું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સાકરપરા ગામના કચરાભાઈ ભરવાડ બપોર બાદ 5:00 વાગે બકરા ચરાવવા ગયા હતા. આ સમયે તેમના માથે વીજળી પડતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. કચરાભાઈની ઉંમર 65 વર્ષની હતી. નોંધનીય છે કે, આજે હવામાન વિભાગની આગાહીના પગલે  અમેરલી વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં કડાકા ભડાકા સાથે વરસાદ

હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. રાજ્યના વાતાવરણ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. આગામી 5 દિવસમાં મોટા ભાગના જિલ્લામાં વરસાદ થવાની શકયતા છે. 1 મેએ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થશે. હવામાન વિભાગની આગાહીના પગલે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે.

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખીરસરા, મેટોડા, ચીભડા, ગામની આસપાસ કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.  રાજકોટ જિલ્લાના લોધીકા મેટોડા જીઆઇડીસી તેમજ ખીરસરા મેટોડા ગામના આજુબાજુના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર જામનગરના કાલાવડમાં પણ કમોસમી વરસાદી ઝાપટા પડ્યા છે. કાલાવડ તાલુકાના કેટલાક ગામોમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કાલાવડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. નીકાવા, શીશાંગ, આણંદપર, વડાલા સહિતના અનેક ગામોમાં વરસાદ પડ્યો છે.

અમરેલીમાં વરસાદી માહોલ 

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ કહેર જોવા મળી રહ્યો છે. ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો છે. ખાંભાના મોટા સમઢીયાળા સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. સમઢીયાળામાં કમોસમી વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ભર ઉનાળે ગામની બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કમોસમી વરસાદ વરસતા બાગાયત પાકને નુકસાન કરી શકે છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે.

કચ્છમાં પણ વાતાવરણ પલટાયું

ભુજના ડગાળા ગામમાં ભારે પવનના કારણે પતરાં ઉડ્યા છે. પતરાં બે બાઇક અને કાર ઉપર ખાબક્યા હતા. બાઇકો અને કારને નુકશાન પહોચ્યું છે. ડગાળા ગામમાં વરસાદ અને ભારે પવનના કારણે વાતાવરણ તોફાની બન્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખHun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
શિયાળો આવતા જ તમે તો નથી બની રહ્યા ને ડિપ્રેશનનો શિકાર, આ હોઇ શકે છે કારણ
શિયાળો આવતા જ તમે તો નથી બની રહ્યા ને ડિપ્રેશનનો શિકાર, આ હોઇ શકે છે કારણ
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Embed widget