શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Kheda: નડિયાદમાં યુવકે કરી આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં પોતાના જ સમાજના પ્રમુખ સહિત 14 લોકો સામે કર્યા ગંભીર આક્ષેપ

ખેડા: નડિયાદ તાલુકાના દાવડા ગામના કનુભાઈ પરમાર નામના વ્યક્તિએ આત્મહત્યા કરી છે. આ આત્મહત્યા અંગે સામે આવેલી વિગતો અનુસાર તેમના જ સમાજના લોકોના ત્રાસથી કનુભાઈ પરમારે આત્મહત્યા કરી લીધી છે.

ખેડા: નડિયાદ તાલુકાના દાવડા ગામના કનુભાઈ પરમાર નામના વ્યક્તિએ આત્મહત્યા કરી છે. આ આત્મહત્યા અંગે સામે આવેલી વિગતો અનુસાર તેમના જ સમાજના લોકોના ત્રાસથી કનુભાઈ પરમારે આત્મહત્યા કરી લીધી છે. કનુભાઈની રીક્ષામાંથી સ્યુસાઈડ નોટ મળી આવી છે. બનાવની સ્થળ ચકાસણી કરતા કનુભાઈની રિક્ષામાંથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી.

સ્યુસાઈડ નોટમાં સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ સહીત કમિટીના સભ્યો મળી કુલ 14 લોકોએ મરવા માટે મજબુર કર્યા હોવાનું જણાવ્યું છે. સમાજના પ્રમુખ,ઉપપ્રમુખ, કમિટીના સભ્યોએ મૃતક કનુભાઈને સમાજના પ્રસંગોમાં બોલાવતા નહોતા અને ત્રાસ આપતાં હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્યુસાઈડ નોટના આધારે મરણ જનારના પરિવારની ફરિયાદ લઈ પોલીસે ગુનો નોંધ્યો છે. વસો પોલીસે દુશ્પ્રેરણાનો ગુનો નોંધી આરોપીઓ પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આરોપીઓ

1)બબુભાઈ ભાથીભાઈ પરમાર

2)અરવિંદભાઈ ચંદુભાઈ મકવાણા

3)મંગળભાઈ ડાહ્યાભાઈ પરમાર

4)ફુલાભાઈ નાથાભાઈ પરમાર

5)રમણભાઈ મોતીભાઈ પરમાર

6)નટુભાઈ મંગળભાઈ પરમાર

7)ફતેસિંગ રાયસીંગભાઇ પરમાર

8)બુધાભાઈ મોતીભાઈ પરમાર

9)બુધાભાઈ ધીરાભાઈ પરમાર

10)રમેશભાઈ બબુભાઈ પરમાર

11)રવિન્દ્રભાઈ અરવિંદભાઈ મકવાણા

12)બાબુભાઈ ભાવાભાઈ

13)જીવાભાઇ મંગળભાઈ

14)રાયસીંગભાઇ ગોતાભાઇ

(તમામ રહે.દાવડા) આ તમામ સામે ફરિયાદ નોંધાઈ છે. મૃતકે પોતાના મોબાઈલ ફોનમાં પણ સ્યૂસાઈડ નોટનો ફોટો પાડી લીધો હતો.

ખેડા સીરપકાંડમાં આરોપીઓની પૂછપરછ બાદ વધુ એક મોટો ખુલાસો થયો હતો. મળતી જાણકારી અનુસાર, ખેડા સીરપકાંડના માસ્ટરમાઇન્ડ રાજદીપ સિંહ વાળાએ રિમાન્ડ દરમિયાન ખુલાસો કર્યો હતો કે 500 લીટર દ્રાવણમાં 50 લિટર ઇથેનોલ કેમિકલ ભેળવાતું હતું. સાથે જ કેમિકલ મિશ્રણ યુક્ત 500 લીટર સીરપમાંથી 1200થી 1300 બોટલ તૈયાર કરાતી હતી.

ત્યારબાદ મોકમપુરા સ્થિત ફેક્ટરી ખાતે આયુર્વેદિક સીરપનું નકલી લેબલ લગાવવામા આવતુ હતું. બાદમાં યોગેશ સિંધી આ બોટલોને ગામે ગામ વેચતો હતો. ખેડાની સાથે આણંદ અને વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં નકલી સીરપનું વેચાણ આવતું હતું. નકલી સીરપ બનાવનાર માસ્ટરમાઈન્ડ રાજદીપસિંહ વાળાના રિમાન્ડ 18 ડિસેમ્બરે પુરા થશે.

પોલીસ દ્વારા પકડાયેલો આરોપી રાજદીપસિંહ વાળા પહેલા ચાંગોદર સ્થિત ભરત નકુમની ફેક્ટરીમાં કરતો હતો. ભરત નકુમ દ્વારા ચાંગોદરમાં ડુપ્લિકેટ સિરપ બનાવવામા ફેકટરી નાંખવામાં આવી હતી. આ ફેકટરીમાં મેનેજર તરીકે રાજદીપ સિંહ વાળા નોકરી કરતો હતો.            

ભરત નકુલની ફેક્ટરી માંથી નડિયાદના સિરપકાંડનો મુખ્ય આરોપી યોગેશ સિંધી સીરપનો જથ્થો મંગાવતો હતો યોગશ સિધી ભરત નકુમ પાસેથી સિરપ મંગાવતો હતો અને રાજદીપ સિંહ સાથે સંપર્કમાં હતો. રાજદીપસિંહે ભરત નકુમને ત્યાંથી છૂટા થઈને યોગેશ સિંધીનો સંપર્ક કર્યો. યોગેશ સિંધી અને રાજદીપસિંહ વાળાએ મળીને સીરપ બનવાની ફેકટરી નાખવાનું નક્કી કર્યું. રાજદીપ સfરપ બનવાની ફોર્મ્યુલા અને પેકેજીંગ માટેની મશીનરીના જાણકાર હતો.

યોગેશ સિંધીએ પોતાની ફેકટરી સ્થાપી અને રાજદીપસિંહ સમગ્ર સંચાલન કરતો હતો. જે આરોપીની સિરપ કાંડમાં પણ કેમિકલ આપ્યું હોવાનું સામે આવતા ખેડા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં પોલીસ દ્વારા રાજદીપ સિંહ સહિત 7 આરોપીઓની ધરપકડ કરી છે.  રાજદીપસિંહ વાળા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મેવસા ગામના રહેવાસી છે                     

2022માં દ્વારકાના ખંભાળિયામાંથી સિરપનો જથ્થો ઝડપાયો હતો. 2022માં પોલીસે ભરત નકુમની ફેક્ટરી સીઝ કરી ગુનો દાખલ કર્યો હતો અને જેલભેગો કર્યો હતો. ખંભાળિયામાં આ ગુનાની તપાસ દરમિયાન મુંબઈથી કેમિકલ આપનાર તોફીક મુકાદમનું નામ ખુલ્યું હતું અને તે વોટન્ડ આરોપી હતો. જે આરોપીની સિરપ કાંડમાં પણ કેમિકલ આપ્યું હોવાનું સામે આવતા ખેડા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Embed widget